હવામાન ખાતાએ માછીમારોને દરિયો ન ખેડવાનું આપ્યું સૂચન, કારણ વરસાદ

છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપલ એર સાયક્લોનિક સરક્યુલેશ સક્રિય થયું છે. અને હવામાન વિભાગે માછીમારોને 48 કલાકો સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. આવતીકાલે બનાસકાંઠા અને કચ્છ સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બે દિવસ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. તેવી પણ હવામાન વિભાગની આગાહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter