GSTV

અનરાધાર/ મુંબઇમાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ: આગામી 24 કલાકમાં પડશે ભારે વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

મુંબઇ

Last Updated on July 16, 2021 by Bansari

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યાં છે.મોસમ વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં સામાન્યથી ભારે વરસાદ પડે શકે તેમ છે.મુંબઈમાં મંગળવાર રાતથી ભારે વરસાદ શરૂ થયો છે,જેને લઈ મુંબઈના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.રાષ્ટ્રીય હવામાન વિભાગે મુંબઈમાં વરસાદને લઈ  રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદને લઈ મુંબઈના હિંદમાતા, અંધેરી, કુર્લા, સાયન અને માટુંગામાં વરસાદી પણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો.

મુંબઈના અનેક રૂટ્સને ડાયવર્ઝન અપાયું

સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે મુંબઈના અનેક રૂટ્સને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. કુર્લામાં 2 ડાયવર્ઝન છે અને સાયન વિસ્તારમાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 13 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વરસાદના કારણે મુંબઈમાં રેલવેની ગતિ ધીમી પડી છે.

વરસાદના કારણે મુંબઇની લાઇફલાઇનને પણ અસર

પાટા પર પાણી ભરાઈ જવાના કારણે કુર્લા-વિદ્યા નગર લાઈન પર ટ્રેન 20થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. હાર્બર લાઈનની સ્થિતિ પણ એવી જ છે.  હવામાન વિભાગે આજે સાંજે 4:26 કલાકે હાઈ ટાઈડની આશંકા દર્શાવી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને વિભાગે દરિયા કિનારે જવાને લઈ એલર્ટ આપી દીધું છે. પૂર્વાનુમાન પ્રમાણે હાઈ ટાઈડ દરમિયાન દરિયાની લહેરો 4 મીટર ઉંચે ઉઠી શકે છે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ, શ્રીનગરના હાઈવે ખોરવાયા, પહેલગામ સમગ્રપણે બરફથી ઢંકાઈ ગયું

Pravin Makwana

વાહ મોદીજી વાહ/ વિમાનમાં વપરાતા ઈંધણ કરતા પણ મોંઘુ થયું કાર અને બાઈકનું પેટ્રોલ-ડીઝલ, ઈતિહાસમાં પહેલીવાર 33 ટકા મોંઘું થયું ઈંધણ

Pravin Makwana

આજથી કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રાનો પ્રારંભ: બારાબાંકીથી શરૂઆત, ત્રણ પ્રતિજ્ઞાઓનું એલાન કરશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!