GSTV
Home » News » રાજ્યમાં તાપમાનનો પારો દિવસેને દિવસે આસમાન આંબી રહ્યો છે

રાજ્યમાં તાપમાનનો પારો દિવસેને દિવસે આસમાન આંબી રહ્યો છે

રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં મહત્તમ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કે ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ત્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો લોકોએ અહેસાસ કર્યો હતો.

કાળઝાળ ગરમીને જોતા અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળશે.

જ્યારે રાજ્યમાં આગામી 14 અને 15 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો 16 મી એપ્રિલે સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે.. ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી બચવા ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે.જેથી રસ્તા પણ સુમસામ જોવા મળે છે.

READ ALSO

Related posts

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur

VIDEO : કોંગ્રેસના અજય સિંહે ભાજપની આ મહિલા સાંસદને કહ્યું ‘માલ’

Mansi Patel