GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કરોડોની સંપત્તિને ત્યજી દઈ આ આખો પરિવાર લઇ રહ્યો છે દીક્ષા, 29મીએ સૌથી મોટો પ્રસંગ

ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને લોકોને નરક જીવનનો હોરર શો બતાવવા જઈ રહ્યા છે.. સાંભળીને આશ્ચર્ય થશે…પરંતુ પોતાની આજીવન કમાયેલી સંપત્તિને સુરતના હીરાવેપારી વેચવા જઈ રહ્યા છે અને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલવાનો નિર્ણય કર્યો છે તેઓ આગામી 29 જાન્યુઆરીના સુરત પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે.

હીરા ઉદ્યોગકાર વિજય મહેતા પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે. 20 વર્ષ સુધી હિરાનો વ્યવસાય કરનાર અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા હિરા ઉદ્યોગકાર વિજય મહેતાને સંસારના ભોગ વિલાસથી મન ઉઠી ગયું અને તેઓએ પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉના પરિવારની એક દીકરીએ દીક્ષા લીધી છે. પોતાની બહેનને દીક્ષા લેવા બાદ આનંદિત અને સુખમય જોઈ વિજય મહેતાની અન્ય બે દીકરીઓ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી 17 વર્ષીય દૃષ્ટિએ ધોરણ 12 માં 70 ટકા મેળવી ચૂકી છે અને સી.એ બનવા માંગતી હતી.

પરંતુ પોતાની બહેન ના ચહેરા ઉપર જે આનંદ દીક્ષા લીધા બાદ જોયો તેને લાગ્યું કે સી.એ બનવા પછી પણ તે આનંદ તેણી મેળવી શકશે નહીં..જ્યારે બીજી દીકરી 14 વર્ષીય આંગી પણ દિક્ષા અંગીકાર કરી ભૌતિક સુખ ને ત્યાગ કરવા આતુર છે. દીક્ષા નગરી સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યો સંયમ ના માર્ગે પ્રયાણ કરવાના છે. ત્યારે દિક્ષા સમારોહને લઇ સમાજના લોકોમાં અનોખો ઉત્સાહ છે.

READ ALSO

Related posts

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

Ankita Trada

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva

ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાથી 41 મૃત્યુ, 2983 નવા કેસો વધતાં રામ મંદિર શિલાન્યાસ માટે ચિંતા વધી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!