GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

પાક વીમા મુદ્દે યોજાયેલી બેઠક પૂર્ણ, ડેપ્યુટી સીએમ નિતિન પટેલે આપી આ પ્રતિક્રીયા

પાક વીમા મુદ્દે સીએમ રૂપાણીએ બેઠક બોલાવી હતી. આ બેઠક સીએમ રૂપાણીના નિવાસ સ્થાને મળી જેમા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કૃષિપ્રધાન આર સી ફળદુ, સીએસ જે એન સિંહ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અને કૃષિ વિભાગના ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા. બેઠકમાં થયેલી ચર્ચા તથા નિર્ણય અંગે ચીફ સેક્રેટરીએ મૌન સેવ્યું. બેઠક બાદ નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યુ કે, પાક નુકસાનીનો સર્વે ઝડપથી પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે. ત્રણ લાખ હેક્ટર જમીનમાં સર્વે થયો છે.

અંદાજે 5 લાખ હેકટરમાં નુકસાન થયું

સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર ખેડૂતોને વળતર આપવાની શરૂઆત કરશે. મહા વાવાઝોડાના કારણે સર્વેની કામગીરી લંબાવવામાં આવી છે. નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, પાણી નિકાલની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. એક અંદાજે 5 લાખ હેકટરમાં નુકસાન થયું છે. સરકાર પાક વીમા કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે. સરકાર પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ સહાય કરશે.અને કૃષિ વિભાગને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

READ ALSO

Related posts

ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે BBL T20 : 61 મેચોનો કાર્યક્રમ થયો જાહેર

Pravin Makwana

બેંક ઓફ બરોડામાં પડી છે ઢગલાબંધ જગ્યાઓ, 31મી જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Pravin Makwana

કોરોના ઇફેકટસથી નવમાંથી એક વ્યકિતને ભૂખ્યા સૂવાનો વારો, 13 કરોડ લોકો ધકેલાઈ રહ્યાં છે ભૂખમરામાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!