GSTV
Home » News » કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 ના તાપી હોલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળ વેસ્ટર્ન સેસ્ટ કાઉન્સીલની 23મી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત આસપાસના રાજ્યોના ગૃહવિભાગના અધિકારીઓ સહિત ગુજરાતના મુખ્યપ્રધાન અને ન્યાબ મુખ્યપ્રધાન ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હાજર રહ્યા હતા. બેઠકમાં વેસ્ટર્ન રાજ્યોના આંતરિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.

રાજનાથ સિંહે જણાવ્યું હતું કે NDA સરકારમાં 697 પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.જેમાંથી અમે 390 પ્રશ્નોને હલ કર્યા છે. કેન્દ્રથી સ્ટેટ અને પાડોશી એકબીજાના રાજ્યને જોડતા વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.

ઉપરાંત લોકસભા ઇલેક્શન અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ વખતે અમે ગુડ ગવર્નન્સ અને ડેવલોપમેન્ટના મુદ્દે લોકસભાની ચૂંટણી લડવામાં આવશે અને ઇન્ટરનેશનલ કોમ્યુનિટીમાં પણ ભારતની છબી ખૂબ જ આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદીના ચીન પ્રવાસ મુદ્દે પણ પ્રતિકિયા આપતા જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપઇ જનવ્યું હતું પાડોશી સાથે સારો સબન્ધ બનાવી રાખવો જોઈએ.. ત્યારે આમે પણ આ મુદ્દે સારો સબન્ધ બનાવવવા પ્રયત્નશીલ હોવાનુ જણાવ્યું હતું. મોદીના પ્રવાસથી ચીન અને ભારત સીમાનો જે વિવાદ છે તેનો પણ અંત આવે તેવી શકયતા છે.

Related posts

સાંસદના ઉમેદવારોને જીતાડવા ભાજપ અને કોંગ્રેસના વિધાનસભાના દાવેદારો દોડવા લાગ્યા

Karan

રીટા બહેન હવે ગાંધીનગરના મેયર તરીકે ફરજ નિભાવશે, કૉંગ્રેસનું ન ચાલ્યું

Alpesh karena

ગાંધીનગરની બેઠક પર ભાજપનો બહિષ્કાર કરવા પાટીદારો સક્રિય

khushbu majithia