GSTV
Gujarat Government Advertisement

ખેડૂતો માટે રૂપાણી સરકારની મસમોટી યોજનાઓ : આ યોજનામાં તો એટલો ફાયદો છે કે તમામ ખેડૂતો ગાય આધારિત જ ખેતી કરશે

Last Updated on February 27, 2020 by Mayur

ગુજરાતના બજેટ 2020-21માં અનેક નવી જાહેરાતો કરાઇ છે. જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લેવાયા છે. ભારત સરકારની જેમ જ કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરાઇ છે. જેમાં પ્રાથમિક તબક્કે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • ગુજરાત બજેટ ૨૦૨૦-૨૧માં અનેક નવી જાહેરાત
  • મધ્યમ, ગ્રામિણ વિસ્તારનો વર્ગ, ખેડૂતો , પશુપાલકો , નાના વેપારીઓને આવરી લેવાયા
  • કિસાન પરિવહન યોજનાની જાહેરાત

વર્ષ 2020-21ના ગુજરાત સરકારના બજેટને લઇને અનેક આશા અપેક્ષાઓ સેવાઇ હતી..જેમાં કરાયેલી ઘણી જાહેરાત નવી યોજનાઓ છે..તેની જો વાત કરીએ તો

ખેડૂતો દિનકર યોજના

ખેડૂતોની દિવસ દરમિયાન વીજ પૂરવઠો પૂરો પાડવા માટે નવી દિનકર યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદૃઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા 3500 કરોડનું આયોજન છે. આ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • ખેડૂતોની દિવસ દરમિયાન વીજ પૂરવઠો પુરો પડાશે
  • દિનકર યોજનાની જાહેરાત
  • આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદૃઢ કરાશે
  • નવા સબ સ્ટેશનો સ્થાપવા ૩૫૦૦ કરોડનું આયોજન
  • ૫૦૦ કરોડની જોગવાઈ

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજના

આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 રૂપિયા સહાય અપાશે. આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લઇને 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦
  • ૫૦ હજાર ખેડૂતોને આવરી લઇને ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી.

કિસાન પરિવહન યોજના

આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 50 હજારથી 75 હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે 5 હજાર ખેડૂતોને લાભ આપવા 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે ૫૦ હજારથી ૭૫ હજાર સહાય
  • પ્રથમ તબક્કે ૫ હજાર ખેડૂતોને લાભ
  • ૩૦ કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે ૧૦ કરોડની જોગવાઈ

પશુદાણ સહાય યોજના

આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માટે કુલ 150 કિલોગ્રામ પશુદાણની ખરીદી પર 50 ટકા રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત 15 લાખ સભાસદ પશુપાલકોને આ યોજનો લાભ મળશે. આ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.

  • કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર ૫૦ ટકા રકમની સહાય
  • દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનો લાભ
  • ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ

પાંજરાપોળ માટે નવી યોજનાની જાહેરાત

આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરીગેશન, ર્સ્પ્રીકર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ અપાશે. આ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરાશે
  • ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન

માછીમારોને એન્જીન ખરીદીમાં સહાય

પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારોને એન્જિનની ખરીદીમાં સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દરિયાઇ ફીશીંગ બોટ, 2 સ્ટ્રોક, 4 સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા 1.20 લાખના 50 ટકા સહાય આપવામાં આવશે. આ માટે 9 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • દરિયાઇ ફીશીંગ બોટ, ૨ સ્ટ્રોક, ૪ સ્ટ્રોક આઇબીએમ
  • ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા ૧.૨૦ લાખના ૫૦ ટકા સહાય
  • ૯ કરોડની જોગવાઈ

સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના

આ યોજના હેઠળ રાજ્યની 500 શાળાઓને વિકસાવવાશે.. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્માર ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમલેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • રાજ્યની ૫૦૦ શાળાઓને વિકસાવવાશે
  • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ અપાશે
  • અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્માર્ટ કલાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમલેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે ૨૫૦ કરોડની જોગવાઈ

નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ

એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે 180 કરોડના ખર્ચે 600 પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. આ હોસ્પિટલ માટે ચાલુ વર્ષે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • એસ.એસ.જી હોસ્પિટલ વડોદરામાં નવી મેટરનિટી ચાઇલ્ડ હોસ્પિટલનું નિર્માણ
  • ૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ પથારીની હોસ્પિટલ માટે
  • ચાલુ વર્ષે ૫૦ કરોડની જોગવાઈ

પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર

પોષણ અભિયાન અંતર્ગત 100 ટકા સુપોષિત આંગણવાડીની સિદ્ધઇ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પોત્સાહન પુરસ્કાર યોજનાની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે 12 હજાર અને 6 હજાર તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડીને સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એ.એન.એમને 12 હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આ માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના 1500 અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી શરૂ કરવામાં આવશે.

  • પોષણ ત્રિવેણી પોત્સાહન પુરસ્કાર યોજનાની જાહેરાત
  • આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે ૧૨ હજાર અને ૬ હજાર
  • આશા વર્કર અને એ.એન.એમને ૧૨ હજારનો પુરસ્કાર
  • ૮ કરોડની જોગવાઈ
  • સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫૦૦ અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી

માદરે વતન યોજના

આ યોજના હેઠળ ગામમાં શાળા, શાળાના રૂમ, સ્માર્ટ ક્લાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓ વિકસાવવા માટે દાતાશ્રી દ્વારા આપવામાં આવતા દાની રકમ જેટલી જ મેચિંગ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. આ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • શાળા, શાળાના રૂમ, સ્માર્ટ કલાસ, આંગણવાડી, સ્મશાન
  • દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ
  • ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર માટે
  • ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી 1 લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ 193 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવાશે
  • વ્યાજ સહાય આપવા કુલ ૧૯૩ કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના

આ યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે. આ માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજના
  • સ્વ-સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય અપાશે
  • ૭ કરોડની જોગવાઈ

શ્રમિકોને મુસાફરી સહાય યોજના

આ યોજના હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે 1,20 લાખ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે. આ સહાય માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અંદાજે ૧,૨૦ લાખ બાંધકામ શ્રમિકોને કડિયાનાકા તેમજ કામના સ્થળે સિટી બસ મારફતે જવા-આવવા માટે મુસાફરી ખર્ચમાં સહાય અપાશે
  • ૫૦ કરોડની જોગવાઈ

મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય

મહિલા બાંધકામ શ્રમિકોને સગર્ભા અવસ્થા દરમિયાન છેલ્લા બે માસ અને પ્રસૂતિ બાદના બે માસ એમ કુલ ચાર માસ સુધી માસિક 5 હજારની સહાય આપવામાં આવશે. આ માટે 6 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય
  • શ્રમિક મહિલાની સગર્ભા અવસ્થા દરમિયાન છેલ્લા બે માસ
  • પ્રસૂતિ બાદના બે માસ એમ કુલ ચાર માસ સુધી માસિક ૫ હજારની સહાય
  • ૬ કરોડની જોગવાઈ
  • પાણી માટે ટ્યુબવેલની સુવિધા
  • સોલાર રૂફટોપની સ્થાપના
  • ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરીગેશન
  • ર્સ્પ્રીકર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ
  • ૧૦૦ કરોડની જોગવાઈ કરાશે

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!