GSTV
Home » News » સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ભારતના દબાણ બાદ પાકિસ્તાનની કાર્યવાહી, મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝની પાક.માં ધરપકડ

સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ભારતના દબાણ બાદ પાકિસ્તાનની કાર્યવાહી, મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝની પાક.માં ધરપકડ

મુંબઇમાં ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી પોલીસે ધરપકડ કરી લીધી છે. કાઉન્ટર ટેરેરરિઝમ ડિપાર્ટમેન્ટ (સીટીડી) દ્વારા હાફિઝ સઇદ અને અન્યો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને કારણે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેને લાહોર સ્થિત કોટ લખપત જેલમાં મોકલી દેવામા આવ્યો છે. આ પહેલા સોમવારે એક કેસમાં આતંકવાદ વિરોધી કોર્ટ (એટીસી)એ હાફિઝ સઇદને એક કેસમાં જામીન પર છોડી મુક્યો હતો. હાલ હાફિઝ સઇદને અન્ય એક નાણાકીય કેસમાં પકડી લેવામાં આવ્યો છે અને લખપત જેલમાં મોકલી દેવાયો છે. 

આ વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાન સરકારે એંટી ટેરેરિઝમ એક્ટર ૧૯૯૭ અંતર્ગત હાફિઝના બન્ને સંગઠનો જમાત ઉદ દાવા અને ફલાહ એ ઇંસાનિયત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બાદમાં આ સંગઠનો માટે હાફિઝ સઇદને કોઇ પણ પ્રકારનું ફંડ ન ઉઘરાવવા કહ્યું હતું, જોકે આ આદેશોનો અને કાયદાનો હાફિઝે ભંગ કર્યો હતો અને મોટા પ્રમાણમાં ફંડ ભેગુ કર્યું છે, આ નિયમોને તોડવા બદલ જ તેની ધરપકડ કરી લેવામા આવી છે. પાકિસ્તાન અગાઉ પણ હાફિઝ સઇદને કેટલાક કેસોમાં અટકાયતમાં લઇ ચુકી છે પણ બાદમાં ચૂંટણી નજીક આવતા જ તેને છોડી ુમુકવામાં આવ્યો હતો, હવે ફરી ધરપકડનું નાટક કર્યુ છે. 

હાલ પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે, સંયુક્ત રાષ્ટ્રએ પણ જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો હતો. આ સ્થિતિ વચ્ચે હવે હાફિઝ સઇદ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા પાકિસ્તાન પર દબાણ વધાર્યું છે જોકે જેને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરાયો તે મસુદ અઝહર હજુ પણ ખુલ્લેઆમ પાકિસ્તાનમા હરીફરી રહ્યો છે. પાકિસ્તાન હજુ પણ તેને આતંકવાદી માનવા માટે તૈયાર જ નથી. હાફિઝ સઇદ પર આતંકી હુમલા સહીતના આરોપો છે. જોકે તે મુદ્દે હજુ પણ પાકિસ્તાન મૌન છે. 

હાફિઝથી ધરપકડ છતા તેના સંગઠનો આતંક મચાવી રહ્યા છે 
હાફિઝ સઇદની ધરપકડ માત્ર નાટક, તેના ૧૦ કમાન્ડર ટેરર કેંપ ચલાવી રહ્યા છે 

આતંકીઓ સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ તેવું દેખાડવા માટે પાકિસ્તાને હાફિઝ સઇદની ધરપકડ કરી છે. જ્યારે હકીકત એ છે કે તેના સંગઠન સાથે સંકળાયેલા અનેક આતંકીઓ ખુલ્લેઆમ પાકિસ્તાનમાં હજુ પણ આતંકી પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. 

જ્યારે આતંરરરાષ્ટ્રીય દબાણ આવે ત્યારે ધરપકડ કરવી અને બાદમાં છોડી મુકવા તે પાકિસ્તાનની ચાલ છે 

એક રિપોર્ટ અનુસાર હાફિઝ સઇદની ધરપકડ પાકિસ્તાનનું એક નાટક જ છે. એજન્સીઓને મળેલી માહિતી અનુસાર હજુ પણ હાફિઝ સઇદના સંગઠનના આશરે ૧૦ જેટલા આતંકીઓ ખુલ્લેઆમ સંગઠનો માટે પૈસા ઉઘરાવી રહ્યા છે અને ટેરર કેંપ ચલાવી રહ્યા છે. પાકિસ્તાન સરકારને પણ આ અંગેની જાણકારી હોવા છતા કોઇ જ કાર્યવાહી નથી થઇ રહી. 

હાફિઝ સઇદના બન્ને સંગઠનો પાકિસ્તાનમાં સમાજ સેવાના નામે ખુલ્લેઆમ આતંકી પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ ઉપરાંત મદરેસાનો ઉપયોગ પણ આતંકવાદ ફેલાવવા માટે જ કરી રહ્યા છે. આ અંગેની જાણકારી હોવા છતા પાકિસ્તાન સરકાર આંખઆડા કાન કરી રહી છે. મદરેસા મામલે હાલ જેમની પણ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે તેને સોમવારે જ જામીન આપી દીધા હતા. હાફિઝ સઇદ વિરુદ્ધ અગાઉ પણ આ જ પ્રકારના નાટક પાકિસ્તાન કરી ચુક્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય દબાણ હોય ત્યારે પકડે છે અને બાદમાં મામલો શાંત પડતા જ છોડી મુકે છે. 

READ ALSO

Related posts

ચિદમ્બરમ માટે પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યો અવાજ કહ્યું, ‘કાયરોને સત્ય પસંદ નથી’

Mayur

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા બાબુલાલ ગૌરનું નિધન

Mayur

ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવાની ઈચ્છા જતાવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!