GSTV

જનતાએ ફડણવીસ અને ખટ્ટર પર ફરી વિશ્વાસ મૂક્યો : મોદી

મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણી પરીણામોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનો મોટો વિજય ગણાવ્યો. વડાપ્રધાને કહ્યું કે સમગ્ર દેશમાં રાજ્યોમાં દર પાંચ વર્ષમાં સરકારો બદલાઈ જતી હોવાનો ટ્રેન્ડ જોવા મળે છે તેવા સમયમાં ભાજપ માટે આ આંકડા ઘણા મહત્ત્વના છે.

પીએમે કહ્યું કે આપણા બંને મુખ્યમંત્રીઓ એકદમ નવા હતા, તેમ છતાં તેમણે રાજ્યમાં જે કામ કર્યું, તેનું પરિણામ આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. તેમણે કહ્યું બંને રાજ્યોમાં આપણે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે.પીએમે કહ્યું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનો પહેલો અનુભવ અને હરિયાણામાં મનોહર લાલ ખટ્ટરનો પહેલો અનુભવ. બંને કોઈ સરકારમાં મંત્રી નહોતા. બંને મુખ્યમંત્રીઓએ પાંચ વર્ષ સુધી પ્રમાણિક્તાથી તેમના રાજ્યોની સેવા કરી, રાજ્યોનો વિકાસ કર્યો. તેમના નેતૃત્વમાં આગામી પાંચ વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

મોદીએ કહ્યું કે પહેલા હરિયાણામાં ચૂંટણીમાં ભાજપ બે અંકોમાં જીતે તો પણ સૌભાગ્ય મનાતું. આવી સ્થિતિમાં પણ સીએમે નવી ટીમ બનાવી પાંચ વર્ષ શાસન કર્યું અને ફરીથી જીતીને આવ્યા તે મોટી વાત છે. તેમણે ઉમેર્યું 2014 પહેલા મહારાષ્ટ્રમાં ભાજપ જૂનિયર પાર્ટનર ગણાતો.સરકાર બને તો પણ શિવસેનાના સીએમ બનતા અને ભાજપને મંત્રી તરીકે સેવાની તક મળતી. પરંતુ આ વખતે મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 50 વર્ષમાં એક પણ મુખ્યમંત્રી પાંચ વર્ષ શાસન કરી શક્યા નથી. 50 વર્ષમાં પ્રથમ વખત ફડણવીસ પાંચ વર્ષ સુધી શાસન કરીને સત્તા પર પાછા ફર્યા છે.

દરમિયાન ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ બંને રાજ્યોમાં ભાજપના વિજયને ઘણો મોટો ગણાવ્યો. તેમણે કહ્યું કે આ રાજ્ય આપણા પરંપરાગત રાજ્ય નહોતા. મહારાષ્ટ્ર અને હરિયાણામાં આપણે ક્યારેય મુખ્યમંત્રી બનાવી શકતા નહોતા.2014માં મોદીજી પીએમ બન્યા અને તેના તુરંત બાદ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણીઓ થઈ અને આપણે સરકાર બનાવી. આપણે ઝીરો કરપ્શન સાથે બંને રાજ્યોમાં સરકાર ચલાવી છે.

READ ALSO

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!