GSTV
India News Trending

સાદગીની વાતો કરનારા માને કાફલો મોટો કર્યો, કાફલામાં 42 લકઝરી કાર

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના કાફલામાં કારોની સંખ્યા 42 કરતાં તેમના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. પોતાના કાફલામાં 42 લક્ઝરી કાર ઉમેરીને માને તમામ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પાછળ છોડી દીધા છે. પ્રકાશસિંહ બાદલ અને કેપ્ટન અમરિંદર સિંહના કાફલામાં 33 ગાડીઓ હતી. એ વખતે માન તેમની ટીકા કરતા હતા પણ હવે તેમણે પોતે જ કારનો પોતાનો કાફલો વધારીને વધારીને 42 કારનો કરી દીધો છે.

માને મુખ્યમંત્રી બનતાં વેંત જ ઘણા નેતાઓની સુરક્ષામાં કાપ મૂકી દીધો હતો. માને એ વખતે રાજ્યમાંથી વીઆઈપી કલ્ચર ખતમ કરવાની જાહેરાત કરી હતી. હવે પોતે જ વીવીઆઈપી બનીને વર્તી રહ્યા છે તેની ટીકા થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, આ કેવા આમ આદમી છે કે 42 લક્ઝરી કાર્સનો કાફલો જોઈએ છે ?

ભગવંત માન પહેલાં કહેતા કે જે લોકો વધારાની સુરક્ષા ઈચ્છે છે તેમણે લોકોની સેવા છોડીને ચિકન ફૂડ સ્ટોર ખોલવો જોઈએ. લોકો પૂછી રહ્યા છે કે, માન સ્ટોર ક્યારે ખૂલવાનો છે ?

Related posts

અંકિતા ભંડારીના હત્યારાઓનો થશે નાર્કો ટેસ્ટ, મુખ્ય આરોપી ભાજપના નેતાનો પુત્રઃ એડીજીએ આપ્યા આ સંકેત

HARSHAD PATEL

ભાગલા માત્ર શિવસેનામાં નથી પડ્યા, પક્ષ સાથે જોડાયેલા પરિવારોમાં પણ ભંગાણ, ક્યાંક ભાઈઓ તો ક્યાંક બાપ દીકરા જુદા પડ્યા

Padma Patel

શિક્ષકોની ચાર હજાર જગ્યાઓ પર ભરતી થશે, પ્રતિ માસ આટલો પગાર

Kaushal Pancholi
GSTV