GSTV
Ajab Gajab Trending

પ્રેમિકાની બહેનને જોઈને હોશ ઉડી ગયા, કરતી હતી એવું કામ જેના વિશે જાણીને સૌ કોઈ થઈ ગયા હેરાન

જો તમે પહેલીવાર કોઈના ઘરે જઈને કંઈક એવું પૂછો અથવા કહો જે તમારે ન કરવું જોઈએ તો તમને કેવું લાગે છે? જ્યારે કોઈનો અઇચ્છીત પ્રશ્ન દરેકને મૂંઝવણ અને શરમમાં મૂકી દે ત્યારે કેવું લાગે છે? બરાબર એવું જ તે વ્યક્તિ સાથે થયું જેને ખ્યાલ પણ ન હતો કે તેના દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન ઘણા લોકો માટે ભારે પડી શકે છે.

પહેલીવાર પોતાની ગર્લફ્રેન્ડ સાથે પરિવારને મળવા ગયેલા વ્યક્તિ સામે મૂંઝવણની પરિસ્થીતી ઊભી થઈ. હકીકતમાં, તેણે પરિવારને પણ શરમાવી દીધુ હતું. તે વ્યક્તિએ માત્ર એટલું જ કહ્યું હતું કે તેની ગર્લફ્રેન્ડની બહેન તેને ખૂબ પરિચિત લાગતી હતી. વાસ્તવમાં બહેન એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી, જેનાથી પરિવારના મોટા સભ્યો અજાણ હતા. હવે વ્યક્તિ રેડિટ પર લોકો પાસેથી જાણવા માંગે છે કે આખરે તેની ભૂલ શું હતી.

એડલ્ટ ફિલ્મોમાં બહેનના કામ વિશે માતા-પિતા અજાણ હતા

હકીકતમાં, વ્યક્તિએ બહેન વિશે પૂછતાં જ બધાના ચહેરાના રંગ ઊડી ગયા. પહેલા તો બહેને કહ્યું કે તે અભિનેત્રી છે. તેમ છતાં, વ્યક્તિના ઘણી વાર પૂછવા પર, બહેને કહ્યું કે તે કોઈ વ્યવસાય કરે છે. તેમ છતાં, તે જવાબથી સંતુષ્ટ ન હતો કારણ કે તે તેને ખૂબ જ પરિચિત લાગતી હતી. તેથી તેના પ્રશ્નોનો અંત ન આવતો જોઈને, પ્રેમિકાના ભાઈએ તે વ્યક્તિનો હાથ પકડી લીધો અને તેને એક બાજુ લઈ ગયો, જ્યાં તેણે કહ્યું કે તેની બહેન એડલ્ટ સ્ટાર છે. ઘરના વડીલ સભ્યોને આ વિશે કંઈ ખબર નથી, આવી સ્થિતિમાં તેઓ વારંવાર તેમના કામ વિશે પૂછવાથી સમસ્યા ઊભી કરી શકે છે. આ પછી છોકરાની બોલતી બંધ થઈ ગઈ. તેને ખબર ન હતી કે હવે શું કરવું.

બહેનના પ્રશ્નને લઈને દંપતીમાં ઝઘડો થયો હતો

બહેનની સચ્ચાઈ જાણીને છોકરો ચૂપ થી ગયો હતો. પરંતુ, પ્રેમિકાએ તેના ઉપર ખૂબ ગુસ્સે થઈ હતી. તેણે પરિવાર સામે શરમજનક પરિસ્થિતીમાં મુકવા વારંવાર તેને દોષી ઠેરવ્યો હતો. પોતાની બહેનની સચ્ચાઈ પરિવાર સામે લાવવાનો આરોપ લગાવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ખૂબ જ વિવાદ થયો હતો. હવે છોકરાએ રેડિટનો સહારો લઈને લોકોને પુછ્યુ છે કે, આખરે તેનો વાંક શું હતો? તેનું માનવું છે કે, આવી પરિસ્થિતીમાંથી બચવા માટે પ્રેમિકાએ પહેલાથી જ આગાહ કરી દેવુ જોઈતુ હતું. તે પહેલા જ બધી વાત કરીને મનાવી શકતી હતી. જો તેણે પહેલા બધુ સાફ-સાફ કહી દીધુ હોત નારાઝગીનો કોઈ મુદ્દો જ ના બનત. સાથે દ યુઝર્સે કહ્યુ કે, તેનો સવાલ એવો નહતો જે કોઈની બેઈજ્જતી કરે, તો મહેરબાની કરી રિગ્રેટ કરશો નહિ.

READ ALSO:

Related posts

બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ

Binas Saiyed

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan
GSTV