GSTV
Home » News » પાકિસ્તાનથી આટલા કિ.મી. થઈ હતી આ ફિલ્મ શૂટ, જેને કોઈ બનાવવા નહોતું ઈચ્છતું

પાકિસ્તાનથી આટલા કિ.મી. થઈ હતી આ ફિલ્મ શૂટ, જેને કોઈ બનાવવા નહોતું ઈચ્છતું

પાકિસ્તાનથી ફક્ત 70 કિ.મી દૂર ભુજ નામનો એક વિસ્તાર છે. ત્યાં લગભગ 19-20 વર્ષ પહેલા એક એવી ઐતિહાસિક ફિલ્મનું શૂટિંગ થઈ રહી હતી જેને બનાવવામાં ઘણી તકલીફ થઈ હતી, પરંતુ કહેવાય છે કે સચ્ચાઈ અને સાહસ જેના મનમાં હોય છે, અંતે તેની જીત થાય છે. આ જીત આમિર ખાન અને આશુતોષ ગોવારિકરની થઈ હતી.

અને થોડા ગામનાં લોકોના જોશની જીત. 15 જૂન 2001ના દિવસે લગાન ફિલ્મ રિલીઝ થઈ હતી. 3 કલાક અને 42મિનિટની આ ફિલ્મ અમેરિકા, કેનેડા, સીરિયા, દક્ષિણ કોરિયા, નોર્વે, અફઘાનિસ્તાનના ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બની અને ઓસ્કાર એવોર્ડની સફળ મેળવી ચૂકી છે, પરંતુ આ ફિલ્મની વાર્તા સિનેમા પર પહોંચ્યા પહેલા તેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

આ ફિલ્મ માટે આમિર ખાન પ્રોડ્યૂસર બનવાનું પણ નક્કી કર્યું હતું કારણ કે જોખમથી ભરેલી આ ફિલ્મને કોઈ પ્રોડ્યૂસ કરવા માગતું નહોતું. પહેલી વાર ફિલ્મની કહાની સાંભળીને આમિર ખાને પણ વિશ્વાસ નહોતો કર્યો. થોડા દિવસો પછી આશુતોષે ફરી આ ફિલ્મની કહાની સંભળાવી તો આમિર ઈમોશનલ થઈ ગયો અને માતા-પિતા પાસે સહમતિ માગ્યા બાદ આ ફિલ્મને તેણે પ્રોડ્યૂસ કરવાનું નક્કી કર્યું હતું.

ગુજરાતમાં આવેલા ખતરનાક ભૂકંપથી ભુજ ગામનો એક ભાગ બંજર બની ગયો હતો અને 50 ડિગ્રી ગરમી હતી. ઈન્ફ્રાસ્ટ્રકચરની કમી અને રેતીલી હવાઓ વચ્ચે ફિલ્મનું શૂટિંગ કરવું આસાન નહોતું. આ ફિલ્મના મેકિંગ સમયે આશુતોષ ઈજાગ્રસ્ત બન્યો હતો અને ઘણા દિવસો સુધી તેણે સૂતાં-સૂતાં સેટ પર નિર્દેશન કર્યું હતું.

લગાન ફિલ્મની આખી કથા સત્યજીત ભટકલે લખી હતી, તેના પર તેમનું પુસ્તક છે ‘ધ સ્પિરિટ ઓફ લગાન’. આ ફિલ્મ પર તેને ચલે ચલોનું નિર્માણ કર્યું હતું. ગુજરાતમાં ભૂકંપથી થયેલી ભારે તબાહીના કારણે ફિલ્મના બ્રિટિશ કલાકારો સાથે બધા કલાકારોએ ચેરિટી કરી હતી. આમિર ખાને ભુજના એક ગામને દત્તક પણ લીધું હતું. લગાન રિલ અને રિયલ લાઈફના એક વ્યક્તિના અસંભવ સપનાં અને પેશનની કહાની હતી.

Read Also

Related posts

ભારે વરસાદમાં જીવના જોખમે 9 લોકોના જીવ બચાવનાર આરપીએફના જવાનનું કરાયું બહુમાન

Nilesh Jethva

હિંમતનગરમાં શ્રાવણીયો જુગાર રમતા 10 જેટલા શકુનીઓને પોલીસે ઝડપી લીધા

Nilesh Jethva

આર્થિક નરમીને લઈને ચિંતિત થયા નિતીઆયોગનાં ઉપાધ્યક્ષ, કહ્યુ: 70 વર્ષમાં કોઈએ આવી સ્થિતીનો સામનો કર્યો નથી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!