કોમન મિનિમમ પ્રોગ્રામ બની રહ્યો છે ભાઈ….મોદી સરકારને હટાવવા આ તારીખે દિલ્હીમાં બેઠક

વિપક્ષી દળો આગામી લોકસભા ચૂંટણી માટે કોમન મિનિમમ પ્રોગ્રામ એટલે કે ભાજપને હરાવવાની સંયુક્ત રણનીતિ માટે 27 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મહત્વની બેઠક યોજશે. સૂત્રો મુજબ 13 ફેબ્રુઆરીએ કોંગ્રેસ સહિત છ મુખ્ય વિપક્ષી પાર્ટઓના નેતાઓની વચ્ચેની બેઠકમાં સંયુક્ત રણનીતિ બનાવવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ એલાન કરવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પહેલાનું જોડાણ અને કોમન મિનિમમ પ્રોગ્રામ કાર્યક્રમ બનાવવામાં આવશે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ. નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓએ હાજરી આપી હતી. સૂત્રો મુજબ ચૂંટણી પહેલા જોડાણનું સમર્થન નહીં કરનારા ડાબેરી પક્ષોની બેઠકમાં હાજરીની સંભાવના નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter