GSTV
Home » News » મહાગઠબંધન તો બહારથી દેખાઈ રહ્યું છે પણ બિહારમાં અંદરની બાજુ આવું કંઈક ચાલે છે

મહાગઠબંધન તો બહારથી દેખાઈ રહ્યું છે પણ બિહારમાં અંદરની બાજુ આવું કંઈક ચાલે છે

લોકસભા ચૂંટણીમાં ભાજપના મુકાબલે માટે બનાવવામાં આવી રહેલા મહાગઠબંધન ફોર્મુલાને બિહારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં અસફળતા બાદ હવે બિહારમાં પણ બેઠક વહેંચણીને લઇને ખેંચતાણ શરૂ થઇ છે. બિહારમાં લોકસભાની 40 બેઠક છે. રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસે અહીં 12 બેઠક માંગી છે. જ્યારે કે આરજેડી કોંગ્રેસને માત્ર આઠ બેઠક જ આપવા ઇચ્છે છે. જેના કારણે બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી થઇ શકી નથી. બિહારમાં લોકસભાની 40 બેઠકોમાંથી આરજેડી 20 બેઠકો પોતાની પાસે રાખવા ઇચ્છે છે. એનડીએ છોડીને મહાગઠબંધનમાં સામેલ થયેલા આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા પાંચ બેઠક, શરદ યાદવ ત્રણ બેઠક અને હિન્દુસ્તાન આવામ મોર્ચાના જીતનરામ માંઝી પણ ત્રણ બેઠક માંગી રહ્યા છે. આ જોડાણમાં મુકેશ શાહની અન્ય રાજનેતાઓ અને ડાબેરી પક્ષો પણ સામેલ છે.

Related posts

RBIનો નવો નિયમ, હવે બેન્ક રોજે તમારા ખાતમાં 100 રૂપિયા જમા કરશે

Kaushik Bavishi

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

Nilesh Jethva

મોદી સરકારના આ મંત્રીએ ખાનગી બેંકોને ઝાટકી નાખી, ખાનગી બેંકો ભ્રષ્ટાચારનો ગઢ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!