મોદીના કાર્યક્રમમાંથી પરત ફરતાં લક્ઝરી પલટી, ભાજપના 2 ધારાસભ્યોને ગંભીર ઈજાઓ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વિવેકનંદનગર પાસે વાંચ ગામ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં લક્ઝરીમાં અડાલજ ખાતે ભરાયેલા મહિલા અધિવેશનમાં ભાગ લઇને મહિલાના મોરચાની મહિલાઓ જઇ રહી હતી.

અકસ્માતમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, ઉધનાના ધારાસભ્ય વિવેક પટેલ ગંભીર હાલતમાં નડિયાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

લક્ઝરી ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો

અમદાવાદ- ગાંધીનગર વચ્ચે આવેલા અડાલજના ત્રિમંદિર ખાતે ભાજપના મહિલા અધિવેશનમાં ભાગ લઈને લક્ઝરી બસમાં મહિલા મોરચની મહિલા કાર્યકરો અમદાવાદથી વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ વિવેકાનંદનગરથી વાંચ ગામ પાસે પૂર ઝડપે જતી લક્ઝરી ટ્રકને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો જેના કારણે ટ્રક પલટી ખાઈ ગઈ હતી.

ભાજપના 2 ધારાસભ્યોને અમદાવાદ ખસેડાયા

અકસ્માતમાં ટ્રકના ક્લીનર અને ડ્રાઈવર તેમજ લક્ઝરી બસમાં સવાર લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતાબહેન પાટીલ અને ઉધનાના ભાજપના ધારાસભ્ય વિવેક પટેલ સહિત ૧૦થી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ભાજપના ધારાસભ્યો સંગીતા પાટીલ અને વિવેક પટેલને ગંભીર હાલતમાં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. બીજી તરફ અન્ય ઘાયલ વ્યક્તિઓને અમદાવાદની એલ.જી. સહિતની હોસ્પિટલોમાં ખસેડાયા હતા.

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના કારણે ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી પલટી ખાઈ ગયેલી ટ્રક અને લક્ઝરીને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. એક તરફ કેવડિયા કોલોની ખાતે ભરાયેલી ડીજી કોન્ફરન્સમાંથી મોટી સંખ્યામાં વાહનો અમદાવાદ તરફ આવી રહ્યા હતા જ્યારે મહિલા મોરચાના કાર્યકરો પરત જતાં હોવાથી હાઈવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter