GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

FPIs સરચાર્જ અને શેરો પર LTCG સરચાર્જ રોલબેકની શેર બજારો પર પોઝિટીવ અસર જોવાશે

નાણા પ્રધાન નિર્મલા સીતારામને એફપીઆઈઝ-ફોરેન સરચાર્જ ૫,જુલાઈ ૨૦૧૯ના બજેટમાં લાદ્યા બાદ આ જોગવાઈને આખરે સરકારે આજે પાછા ખેંચવાની ફરજ પડતાં ભારતીય શેર બજારોમાં ફરી સેન્ટીમેન્ટ સુધરવાની અપેક્ષા છે. આ સાથે બેંકો માટે જરૂરી મૂડીની જોગવાઈ કરવાના લેવાયેલો નિર્ણય અને ઉદ્યોગોને આગામી દિવસોમાં કે આગામી સપ્તાહમાં જ જીએસટી દરોમાં રાહત સહિતના પ્રોત્સાહનો જાહેર થવાના સંજોગોમાં શેર બજારોમાં ફંડોનું બોટમફિશિંગ શરૂ થવાની શકયતા છે.

નાણા પ્રધાન શુક્રવારે સાંજે જ એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પર અને સ્થાનિક રોકાણકારો પરના બજેટમાં લાદેલા વધારાના સરચાર્જને પાછો ખેંચવાનું જાહેર કર્યા સાથે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ(એલટીસીજી) ઈક્વિટી પરના સરચાર્જને પણ પાછો ખેંચવાનું જાહેર કરવાની ફરજ પડી છે. આ બન્ને પરિબળો બજાર માટે નિશંક પોઝિટીવ બની રહેશે.

ફોરેન ફંડોની સાથે સ્થાનિક રોકાણકારોની પણ નારાજગી દૂર કરીને નાણા પ્રધાને આજે પોતાની ભૂલ સુધારી લેતાં શકય છે કે આ ફંડોની ભારતીય શેર બજારોમાં હવે વેચવાલી અટકશે.પરંતુ બગડી ગયેલા સેન્ટીમેન્ટમાં કોઈપણ બુસ્ટર ડોઝ આપો તો એમાં ક્ષણિક ઉછાળો આવી શકે છે, પરંતુરિકવરીનું સાતત્ય મેળવવામાં સમય લાગી શકે છે.

જેથી આ નિર્ણયોથી આગામી સપ્તાહમાં ભારતીય શેર બજારોમાં ગેપ અપ ઓપનીંગ થવાની પૂરી શકયતા છે. નોણા પ્રધાન દ્વારા આ રોલબેક જાહેર કર્યા બાદ સિંગાપુર નિફટી જે બપોરે ૧૫ પોઈન્ટ જેટલી પોઝિટીવ હતી, એ સાંજે ૮૬ પોઈન્ટનો ઉછાળો બતાવવા લાગી હતી. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય મોરચે ફરી નેગેટીવ સમાચાર આજે આ સાથે જ આવ્યા છે. 

જેમાં અમેરિકા-ચાઈના વચ્ચે ફરી વકરેલા ટ્રેડ વોરમાં ચાઈનાએ અમેરિકી ૭૫ અબજ ડોલરની ચીજો પર નવી ટેરિફ ૧,સપ્ટેમ્બર ૨૦૧૯થી લાદવાના અને ૧૫,ડિસેમ્બર ૨૦૧૯થી અમેરિકાના તમામ વાહનોની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદવાનો લીધેલા નિર્ણયે વૈશ્વિક માહોલ બગડવાની શકયતાએ ઉછાળે ભારતીય બજારોમાં પણ સાવચેતી રાખવી જરૂરી રહેશે.

READ ALSO

Related posts

2020 Generationના બાળકોનો ઉછેર કરવો બહુજ મુશ્કેલ, સમીરાએ પેરેન્ટિંગ ટીપ્સ અને પડકારો કર્યા શેર

Mansi Patel

વિકાસ પર બ્રેક! 2021 સુધી નહીં શરૂ કરવામાં આવે કોઈ પણ નવી યોજના

Arohi

અચાનક જ આવી જાય પગ અથવા તો ગરદનમાં મચકોડ તો તરત કરો આ કામ, મિનીટોમાં મળશે આરામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!