GSTV

પ્રેમ કહાણી અેવી કે…7 વર્ષ પહેલાં તલાક આપેલી પૂર્વ પત્નીને કેદમાંથી મુક્ત કરાવી ફરીથી કરશે લગ્ન

Last Updated on November 3, 2018 by

દિલ્હીમાં એક અજીબ પ્રેમ કહાણી સામે આવી છે. દિલ્હી મહિલા કમિશનની હેલ્પલાઇન નંબર 181 પર એમ.એન.સી.માં કામ કરનારા એક વ્યક્તિનો કોલ આવ્યો જેમાં તેણે ફરિયાદ કરી કે તેની પૂર્વ પત્નીને તેના માતા-પિતાએ 7 વર્ષથી ઘરમાં કેદ કરીને રાખી છે.

2012થી ઘર પર રાખી હતી કેદ

છોકરીને દિલ્હી મહિલા કમિશન અને ગુડગાંવ પોલીસે મળીને છોડાવી હતી. અને પછી જે સત્ય સામે આવ્યું એ આશ્ચર્યજનક હતું. બંને જુદી જુદી જાતિના હોવાના કારણે છોકરીના માતા-પિતાએ બન્નેનો તલાક કરાવ્યો હતો અને છોકરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અને છોકરીને 2012થી ઘર પર કેદ રાખી હતી. પણ પ્રેમ હજુ એવો જ છે.

લગ્નનાં પ્રસ્તાવનો છોકરીના ઘરવાળાએ કર્યો ઇનકાર

8 વર્ષ પહેલાં જયપુ માં બીટેક કરતા કરતા બંને વચ્ચે પ્રેમ થયો હતો. એપ્રિલ 2011માં બંનેએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં. તેમની જાતિ અલગ હતી તેથી બંનેના ઘરવાળાને સમાચાર ન આપ્યાં. નવેમ્બરમાં છોકરો લગ્નનો પ્રસ્તાવ લઈને છોકરીના ઘરે પહોંચ્યો. છોકરીના ઘરવાળાઓએ ઇનકાર કર્યો. લગ્ન વિશે વિચાર્યું તો પણ જાનથી મારવાની ધમકી આપી. બન્નેના કુટુંબોએ વાત સ્વીકારી નહીં તો ઘરથી ભાગી ગયા.

ઈમોશનલ બ્લેકમેઈલ કરી છોકરીને ઘરે બોલાવી

2 દિવસ પછી છોકરીને પિતાનો કોલ આવ્યો. પિતાએ દીકરીને કહ્યું કે તેની માતાને હૃદયનો હુમલો આવ્યો છે. છોકરી તરત જ ગુડગાંવ તેના ઘરે પહોંચી. ત્યાં જઈને ખબર પડી કે બધુ ખોટું હતું. તેના પછી છોકરીને ઘરમાં કેદ કરવામાં આવી. અને જબરદસ્તી તેના તલાક કરાવ્યા.

છોકરી આખરે સફળ રહી 

23 ઓક્ટોબર, 2018ના રોજ છોકરીએ પોતાના ઘરેથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પકડાઈ ગઈ. તેમ છતાં, કોઈ રીતે તે છોકરાનો સંપર્ક કરવામાં સફળ થઈ. તેના પછી છોકરાએ દિલ્હી મહિલા કમિશની મહિલા હેલ્પલાઇન પર ફોન કરી બધી માહિતી આપી. કમિશન ટીમ દ્વારા ગુડગાંવ પોલીસને સંપર્ક કરવામાં આવ્યો અને તેમની મદદથી છોકરીને છોડવામાં આવી.

ગુડગાંવ કોર્ટે આપી સલામતી

છોકરીના પરિવારે છોકરાને જાનથી મારવાની ધમકી આપી હતી આ કેસ ગુડગાંવ કોર્ટ પહોંચ્યો. અદાલતે તેમને સલામતી આપી અને એક સલામત ઘર રાખવાનો આદેશ આપ્યો. બંનેએ કહ્યું કે તેઓ ફરીથી લગ્ન કરશે.

READ ALSO

Related posts

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!