આ સાંસદના નિધનથી લોકસભાને આવતીકાલ સુધી સ્થિગિત કરી દેવાઈ

BJDના સાંસદ લડુ કિશોરના નિધનના કારણે લોકસભાને આવતીકાલ સુધી સ્થિગિત કરી દેવામાં આવી. સંસદની કાર્યવાહી શરૂ થતાની સાથે દિવંગત લડુ કિશોરને શ્રદ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. લડુ કિશોર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. જે બાદ તેમણે ભુવનેશ્વરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ અને મૌન રાખીને કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter