GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

બનાસકાંઠામાં તીડનો આતંક વધ્યો, વૃક્ષો પર બેઠા તો વૃક્ષો ઢંકાઈ ગયા

બનાસકાંઠામાં તીડનો આતંક હવે ડીસા અને પાલનપુર સુધી પહોંચી ગયો છે. ખેડૂતો તીડોના આ આક્રમણથી ભયભીત બની ગયા છે. એક અઠવાડીયા અગાઉ બનાસકાંઠા જીલ્લામાં વાવ ખાતે તીડો જોવા મળ્યા. ધીરે ધીરે આ તીડોના ઝૂંડે સૂઈગામ, થરાદ, ભાભર, દિયોદર અને હવે તો ડીસા અને પાલનપુર સુધી પહોંચી ગયા છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગુરુવારે મોડી રાત્રે તીડોનું આગમન ડીસા તાલુકામાં થયું હતું. ડીસા તાલુકાનાં છેવાડે આવેલા ઝાબડિયા ગામમાં તીડોએ રાત્રી રોકાણ કર્યું. ઝાબડિયા ગામમાં તીડો આવ્યા હોવાની જાણ થતાં વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું.

નિરીક્ષણ કરતાં તીડોના ઝુંડથી ગામના વૃક્ષો ઢંકાઈ ગયા હતા. તીડોએ જે વૃક્ષો પર રાત્રિ રોકાણ કર્યું હતું તે વૃક્ષોના તમામ પાન ખાઈ ગયા છે. ત્યારબાદ વહેલી સવારના સમયે તીડોએ ઝાબડિયામાં વૃક્ષોને નુકશાન પહોંચાડયા બાદ તીડો ઢૂવા અને ધરપડા પહોંચ્યા હતા. ત્યારબાદ ડીસાથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા ભોયણ ગામમાં પહોંચી જતાં લોકો ભયભીત થઈ ગયા હતા. તીડોના થયેલા આ આક્રમણથી ખેડૂતો તેમના પરિવારો સાથે ખેતરોમાં પહોંચી ધુમાડો કરી વાસણો વગાડવા લાગી ગયા હતા. ભોયણ ગામમાં જ્યારે જીએસટીવીની ટીમ પહોંચી ત્યારે દરેક ખેતરોમાં લોકો તગારા વગાડતા નજરે પડ્યા હતા અને તેમના ચહેરા પર તીડનો ભય સ્પષ્ટ ઝળકી રહ્યો હતો.

ભોયણ ગામમાં તીડોના આક્રમણ બાદ ખેડૂતોની જાગૃતતા જોવા મળી હતી અને ખેડૂતોએ તીડો ખેતરોમાં ઉતરે તે પહેલા જ સક્રિય બનીને તીડોને ભગાડવામાં સફળતા મેળવી હતી..જેના કારણે ભોયણ ગામમાં તીડોના લીધો કોઈ જ નુકશાન થયું નથી. બનાસકાંઠા જીલ્લો સરહદ નજીક આવેલો છે. અહીં વારંવાર આ પ્રકારે તીડનું આક્રમણ થતું હોય છે. ત્યારે તીડના ત્રાસનો તંત્ર કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!