GSTV
Gujarat Government Advertisement

પ્રધાન મંત્રી મુદ્રા યોજનાની લોનના રૂ.17,251 કરોડ એનપીએ થયા

Last Updated on December 4, 2019 by Mayur

પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ મંજૂર કરવામાં આવેલ 6.04 લાખ કરોડ રૂપિયાની લોન પૈકી 3 ટકા લોન એનપીએ બની ગઇ છે તેમ સરકારે આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 એપ્રિલ, 2015ના રોજ પીએમએમવાયની શરૂ કરી હતી. આ યોજના હેઠળ નોન-કોર્પોરેટ, બિન ખેતી સ્મોલ/ માઇક્રો એન્ટરપ્રાઇઝને દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

રાજ્યસભામાં પીએમએમવાય અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે પણ જણાવ્યું હતું કે પીએમએમવાયના અમલીકરણ સંબધમાં અનેક ફરિયાદો મળી છે. જેમાં લોન અરજીઓ ધ્યાનમાં ન લેવી, લોન મંજૂર કરવામાં વિલંબ જેવી ફરિયાદોનો સમાવેશ થાય છે.

પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે શિડયુલ્ડ કોમર્શિયલ બેંક(એસસીબી), રિજિયોલ રૂરલ બેંક(આરઆરબી)એ આપેલી માહિતી મુજબ માર્ચ, 2019ના અંત સુધીમાં પીએમએમવાય હેઠળ આપવામાં આાવેલી કુલ 6.04 લાખ કરોડ રૂપિયાની લોન પૈકી 17,251.52 કરોડ રૂપિયા એનપીએ બની ગયા છે. જે કુલ લોનના 2.86 ટકા થાય છે.  પીએમએમવાય હેઠળ આપવામાં આવતી લોન મુદ્રા તરીકે ઓળખાય છે.

આ યોજના હેઠળ ત્રણ કેટેગરી શિશુ, કિશોર અને તરૂણ હેઠળ લોન આપવામાં આવે છે.  અન્ય એક પ્રશ્રના જવાબમાં પ્રધાને જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેકોની શાખાઓ નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ, 2014ના અંતે સરકારી બેંકોની શાખાઓની સંખ્યા 78,939 હતી જે વધીને માર્ચ, 2019ના અંતે 87,580 થઇ ગઇ છે.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સરકારી બેકોએ નાણાકીય વર્ષ 2014-15માં 47,658 કરોડ રૂપિયા, 2015-16માં 56,847 કરોડ રૂપિયા, 2016-17માં  79,048કરોડ રૂપિયા, 2017-18માં  1,24,275 કરોડ રૂપિયા અને 2018-19માં 1,86,632 કરોડ રૂપિયા માંડી વાળ્યા હતાં. જે પૈકી કૃષિ લોનનો અનુક્રમે 2833 કરોડ રૂપિયા, 6361 કરોડ રૂપિયા, 7091 કરોડ રૂપિયા, 10,345 કરોડ રૂપિયા અને 12,556 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

READ ALSO


Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!