આંધ્રપ્રદેશની 126 સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર, મુખ્યમંત્રીના પુત્ર પણ મેદાનમાં

andhra pradesh election

આંધ્ર પ્રદેશમાં ટીડીપીએ વિધાનસભાની ચૂંટણી માટે 126 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજ્યમાં 175 બેઠક પર વિધાનસભાની ચૂંટણી થવાની છે. ટીડીપીએ મંગલાગિરી વિધાનસભામાંથી સીએમ ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશને ટિકિટ આપી છે.

રાજ્યમાં લોકસભા સાથે 11મી એપ્રિલના રોજ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ટીડીપીએ આંધ્ર પ્રદેશમાં મિશન 150 પ્લસનો નારો આપી ચૂંટણી જીતવાનું કાર્યકરોને આહવાન કર્યુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટીડીપી વિધાનસભા બાદ બે દિવસમાં લોકસભાની 25 બેઠક માટે ઉમેદવારની યાદી પણ જાહેર કરી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter