GSTV
Home » News » સિંબાના અવાજમાં The Lion King હિન્દીનું ટિઝર રિલીઝ, શાહરૂખ ખાનની કોપી નિકળ્યો આર્યન ખાન

સિંબાના અવાજમાં The Lion King હિન્દીનું ટિઝર રિલીઝ, શાહરૂખ ખાનની કોપી નિકળ્યો આર્યન ખાન

હોલિવૂડની અપકમિંગ ફિલ્મ એનિમેશન ફિલ્મ ધ લાયન કિંગને લઈ લોકોમાં ત્યારથી એક્સાઈટમેન્ટ છે, જ્યારથી તેમણે સાંભળ્યું છે કે ફિલ્મમાં શાહરૂખ ખાન અને તેનો દીકરો આર્યન ખાન પોતાનો અવાજ આપી રહ્યા છે. જોકે હવે શાહરૂખ ખાનના ફેન્સની એક્સાઈટમેન્ટ ચાર ગણી વધી ગઈ છે, કેમ કે તાજેતરમાં જ હોલિવૂડ ફિલ્મ The Lion Kingનું હિન્દી ટિઝર રિલીઝ થયું છે.

આ ટિઝરમાં સિમ્બાની ભૂમિકા નિભાવનારા આર્યન ખાનનો અવાજ સંભળાઈ રહ્યો છે. એટલું જ નહીં, આર્યન ખાનનો અવાજ બિલકુલ તેના પિતા જેવો લાગી રહ્યો છે. ધ લાયન કિંગના આ ટિઝરને વોલ્ટ ડિઝની સાથે શાહરૂખ ખાન પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.

તેની સાથે બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખે આર્યન ખાનના વખાણ કરતા કહ્યું કે, સિમ્બા તો મુફાસાથી વધુ સારું છે. હોલિવૂડની ફિલ્મ The Lion Kingના નવા હિન્દી ટીઝરને ડિઝનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, સિંબાના રૂપમાં આર્યન ખાનનો અવાજ.

એ ઉપરાંત પણ કિંહ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કર્યો છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર The Lion Kingનું ટિઝર શેર કરતાં લખ્યું, ‘મારો સિંબા.’ ફિલ્મમાં એક તરફ શાહરૂખ ખાન મુફાસાનો રોલ કરશે, ત્યારે તેનો દીકરો આર્યન ખાન મુફાસાના દીકરાનો રોલ કરતો જોવા મળશે.

ટિઝર જોતાં લાગે છે કે આ પિતા-પુત્રની જોડી હોલિવૂડ ફિલ્મ હિન્દી વર્ઝનમાં બહુ ધમાલ મચાવશે. હોલિવૂડની ફિલ્મ The Lion King 19 જુલાઈએ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થશે. ભારતમાં આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

Read Also

Related posts

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi

ઓનલાઇન છેતરપિંડી મામલે ક્લાસ ટુ ઓફિસરની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Nilesh Jethva

અમદાવાદમાં વધતા પ્રદુષણને રોકવા મ્યુનસીપલ કોર્પોરેશને લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!