GSTV
Home » News » વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

તાજેતરમાં રિલીઝ થયેલ ધી લાયન કિંગ બમ્પર કમાણી કરી રહી છે.  ડિઝનીની 1994ની એનિમેટેડ ક્લાસિક લાયન કિંગની રિમેકે અમેરિકામાં ગુરુવાર સુધી 2.3 કરોડ ડોલરની કમાણી કરી છે. આ 2017માં આવેલ બ્યુટી એન્ડ ધ બિટ્સની પ્રારંભિક કમાણી 1.6 કરોડ ડોલર કરતા વધુ છે.  બ્યુટી એન્ડ ધી બિટ્સે પોતાના શરૂઆતી અઠવાડિયામાં 14.7 કરોડ ડોલરની કમાણી કરી હતી.

આ ઉપરાંત તે અમેરીકામાં 50.4 કરોડ ડોલર તેમજ સમગ્ર વિશ્વમાં 126 કરોડ ડોલર કમાણી સાથે અત્યાર સુધીની સૌથી વધુ  કમાણી વાળી ડિઝની રીમેક છે. જો કે હવે ધી લાયન કિંગ તેનો રેકોર્ડ આસાનીથી તોડશે તેવી શક્યતા છે. સરખામણી કરીએ તો ધી લાયન કિંગે ગયા વર્ષે રિલીઝ થયેલ ઇન્ક્રેડિબલ્સ 2ના પૂર્વાનુમાનને હરાવ્યું હતું.

તેણે ગુરુવારે 1.8 કરોડ ડોલર તેમજ શરૂઆતી અઠવાડિયામાં  18.2 કરોડ ડોલરની કમાણી કરી હતી. અહીં સવાલ તે છે કે શું ધ લાયન કિંગ અમેરિકામાં શરૂઆતી અઠવાડિયામાં 20 કરોડ ડોલરની કમાણી કરી શકશે કે નહીં.  હાલમાં બોક્સ ઓફિસ મોજોએ આ વિકએન્ડમાં 19 કરોડ ડોલર કમાણીનું અનુમાન લગાવ્યું છે.

આ ઉપરાંત Boxoffice.comએ 18.5 કરોડ ડોલરની કમાણીનો અંદાજ મુક્યો છે. બોક્સ ઓફિસ મોજો અનુસાર ધી લાયન કિંગે વિશ્વભરમાં 13.5 કરોડ ડોલરની કમાણી કરી છે.

Read Also

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

સંજય દત્ત સ્ટારર પ્રસ્થાનમનો ફસ્ટ લૂક આઉટ, જેકી શ્રોફના લૂકે આપી સંજુબાબાને ટક્કર

Dharika Jansari

યાન માર્ટેલ : જે ભારત આવ્યો અને લાઈફ ઓફ પાય જેવી બુક લખીને ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!