GSTV
Home » News » અડવાણી બાદ લોકસભા ચૂંટણી 2019માં આ 75 પાર નેતાઓને BJPમાં સ્થાન નહીં? પત્તું કપાવવાના આ છે કારણો

અડવાણી બાદ લોકસભા ચૂંટણી 2019માં આ 75 પાર નેતાઓને BJPમાં સ્થાન નહીં? પત્તું કપાવવાના આ છે કારણો

2014ની લોકસભા ચૂંટણી વખતે બીજેપીની આગેવાની કરી રહેવા પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની તરફથી સાફ કરી દેવામાં આવ્યું હતું કે 75ની ઉંમર પાર કરી ચુકેલા નેતાઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં નહીં આવે. અગામી લોકસભા ચૂંટણીમાં પણ આ ફોર્મુલાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

75ની ઉંમર પાર કરી ચુકેલા નેતાઓનું પત્તું કટ થવાનો સિલસિલો યથાવત છે. બીજેપીની દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીને ટિકિટ નથી આપવામાં આવી. તેમની જગ્યા પર અમિત શાહને ગાંધીનગરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગત સિંહ કોશ્યાપી અને બીસી ખંડુરીને પણ ટિકિટ નથી આપવામાં આવી.

હવે જાણકારી આપવામાં આવી રહી છે કે શાંતા કુમારને પાર્ટીથી કહેવામાં આવ્યું છે કે હવે તે ચૂંટણી નહીં લડે. શાંતા કુમાર હિમાચલ પ્રદેશની કાંગડા સીટ પરથી ઉમેદવાર છે. તે ઉપરાંત ઝારખંડમાં વૃદ્ધ નેતા કરિયા મુંડાને પણ ટિકિટ નથી આપવામાં આવી રહી. તેમની સીટ ખૂંટી પરથી પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાને ટિકિટ મળવાની સંભાવના છે. ત્યાં જ બીજેપીના સિનીયર નેતાઓમાં શુમાર મુરલી મનોહર જોશીની પણ ટિકિટ કપાવવાની સંભાવના છે.

75 વર્ષની ઉંમર પાર કરી ચુકેલા હુકુમ દેવ નારાયણ યાદવને ટિકિટ નથી આપવામાં આવી રહી. તેની જગ્યા પર તેમના દિકરાને ટિકિટ આપવામાં આવી શકે છે. ત્યાં જ ઈન્દોરથી સુમિત્રા મહાજનને લઈને પણ વાત સાફ થઈ નથી. તેમને પણ ટિકિટ ન આપવામાં આવે તેવી સંભાવના છે.

Read Also

Related posts

લાલ કેપ્ટનનું પોસ્ટર રિલીઝ, સૈફનો રોલ જોઈને તમે પણ ચોંકી જશો

Kaushik Bavishi

સામાન્ય માણસ માટેના રાહતનાં સમાચાર, બે દિવસની બેન્કોની ટળી હડતાળ

pratik shah

રાજસ્થાનમાં BSPની બેઠકમાં થઈ મારા-મારી, માયાવતીએ ભંગ કરી આખા પ્રદેશની કારોબારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!