GSTV
Home » News » ફડણવીસની સરકાર માટેની ભવિષ્યવાણી સામે શરદ પવારનો આત્મવિશ્વાસ, ‘અમારી સરકાર 5 વર્ષ ચાલશે’

ફડણવીસની સરકાર માટેની ભવિષ્યવાણી સામે શરદ પવારનો આત્મવિશ્વાસ, ‘અમારી સરકાર 5 વર્ષ ચાલશે’

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ સસ્પેન્સ ચાલી રહ્યું છે. આ વચ્ચે રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા શરદ પવારે એક નિવેદનમાં જણાવ્યું કે સરકાર બનાવવાની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે. જે પણ સરકાર બનશે તે પાંચ વર્ષ સુધી ચાલશે. આ વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓએ ગઈકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યાર સાથે પણ મુલાકાત કરી હતી. ત્રણે પાર્ટીના નેતાઓએ ખેડૂતોની સમસ્યા પર વાત કરવા માટે સમય માગ્યો છે.

સરકારની રચના પર શરદ પવારનું નિવેદન

બીજી તરફ એનસીપી નેતા શરદ પવારે 20 દિવસની અંદર સરકાર રચવાનો દાવો કરી દીધો છે. એનસીપીના નેતા નવાબ મલિકે આજે ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, 20 દિવસોમાં સરકારની રચના થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રી શિવસેનાનો હશે.

બીજેપીએ શિવસેનાને અપમાનિત કરી છે

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, મુખ્યમંત્રીના પદને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે વિવાદ તો થયો જ છે તે જોતા નિશ્ચિત છે કે મુખ્યમંત્રી એ શિવસેનાનો જ હશે. મલિકે કહ્યું કે, બીજેપીએ શિવસેનાને અપમાનિત કરી છે. અમારી જવાબદારી શિવસેનાનું સ્વાભિમાન અને સમ્માન બનાવી રાખવાની છે.

14-14-12ની ફોર્મ્યુલા

સૂત્રોની જાણકારી મુજબ આ સમજૂતી મુજબ શિવસેનાને પૂર્ણ કાર્યકાળ માટે મુખ્યપ્રધાન પદ મળશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન એનસીપી અને કોંગ્રેસ વચ્ચે અઢી-અઢી વર્ષ માટે રહેશે. અને 14-14-12ની ફોર્મ્યુલા પર પ્રધાનો બની શકે છે. શિવસેના અને એનસીપીના 14-14 અને કોંગ્રેસને 12 પ્રધાન પદ મળી શકે છે. તો વિધાનસભાના સ્પીકર કોંગ્રેસના હશે. તો ડેપ્યુટી સ્પીકરનું પદ શિવસેના પાસે રહેશે. જોકે આ સમજૂતીમાં હિંદુત્વનો મુદ્દો શામિલ કરાયો નથી. ત્રણેય પક્ષો વચ્ચે સતત બેઠકો સાથે વાતચીત ચાલી રહી છે. કોમન મિનિમમ પ્રોગ્રામને લઈ સહમતિ બની ગઈ છે. સમજૂતીમાં શિવસેનાએ વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તો કોંગ્રેસ-એનસીપી મુસ્લિમો માટે 5 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. જોકે આ વાત પર વાત અટકી છે.

પાંચ નહીં પચ્ચીસ વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે

17 નવેમ્બરે શિવસેનાના સ્થાપક બાલા સાહેબની પૂણ્યતિથિ છે ત્યારે 17 નવેમ્બરે શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર રચવાની જાહેરાત કરશે. લાંબી કવાયત બાદ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવાને લઈ સમજૂતી થઈ ગઈ છે. અને આવતીકાલે ત્રણેય પક્ષ ભેગા મળી રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરશે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલશે. શિવસેનાના નેતૃત્વ હેઠળ સરકાર બનશે. મુખ્ય પ્રધાન તો શિવસેનાનો જ હશે. 5 વર્ષ નહીં 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે.. તેમણે એમ કહ્યું કે અમે તમામને સાથે લઈને ચાલીશું અને મહારાષ્ટ્રના હિતમાં કામ કરીશું.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

આંધ્રપ્રદેશ વિધાન પરિષદ ભંગ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં થયો પાસ, ટીડીપીનો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!