GSTV
Home » News » ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં CM સહિત ભાજપ-કોંગ્રેસના આ નેતાઓ રહ્યા હાજર

ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં CM સહિત ભાજપ-કોંગ્રેસના આ નેતાઓ રહ્યા હાજર

ટંકારાન ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામેલ થયા. સીએમ રૂપાણી, સાંસદ મોહન કુંડારિયા પણ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા.

તો વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, લલિત વસોયા, કિરીટ પટેલ પણ લલિત કગથરાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને કગથરા પરિવારના દુઃખમાં સહભાગી થયા હતા.

ઉલ્લેખનિય છે કે, ફરવા ગયેલા લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો. જેમાં વિશાલનું ઘટનાસ્થલે મોત થયુ હતું. જ્યારે તેમના પત્નીને ઈજા થઈ હતી.

સીએમ વિજય રૂપાણીએ પણ કર્યુ હતું દુઃખ વ્યક્ત

મોરબીના ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. જેને લઈને સીએમ વિજય રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે.

લલિત કગથરાના બે પુત્ર તેમની પત્ની સાથે પરિવાર ફ્લાઈટમાં સિક્કિમ ગયા હતા અને સિક્કિમથી કોલકતા તરફ જતા સમયે તેમની વોલ્વો બસને ગમખ્વાર અકસ્માત નડ્યો.

જેમાં 33 વર્ષિય વિશાલ કગથરાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. જ્યારે તેની પત્નીને ઈજા થઈ છે. લલિતભાઈના બીજા પુત્ર રવિ કગથરા પણ  ઘાયલ થયા છે. સમગ્ર ઘટનાથી લલિત કગથરાનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને સીએમ વિજય રૂપાણીએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

Read Also

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું, યુવરાજસિંહ છેતરી ગયો, પોલીસ આપી રહી છે ધમકી

Nilesh Jethva

સ્કૂલો મર્જ કરવાના નિર્ણય સામે આ સેનાએ આંદોલન કરવાની ચીમકી આપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!