GSTV
Home » News » ગુજરાતનાં નેતાઓ હદ કરે છે: દિવસે સેટિંગ ન થાય તો કારી રાતે પાણીની ચોરી કરે છે

ગુજરાતનાં નેતાઓ હદ કરે છે: દિવસે સેટિંગ ન થાય તો કારી રાતે પાણીની ચોરી કરે છે

ભાદર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીની ચોરી કરી નદીમાં પાણી ઠાલવવામાં આવતુ હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. ડેમમાંથી ભાદર સિંચાઇ ખાતાના કેટલાક અધિકારીઓ રાજકીય ઓથ હેઠળ ડેમની બાજુમાં આવેલા ગામને ફાયદો પહોંચાડવા માટે ડેમની માઇનોર કેનાલનો ગેટ રાત્રીના સમયે ખોલીને ડેમનું પાણી નદીમાં વહેડાવી રહ્યા છે. રાજકોટ, જેતપુર, ગોંડલ, વીરપુર, ખોડલધામ અને અમરનગર જૂથ યોજનાને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર ડેમમાં હાલ ૧૭ ફૂટ જેટલો પાણીનો જથ્થો છે.

શિયાળાની શરૂઆતમાં આ ડેમમાંથી કેનાલ મારફત સિંચાઇ માટે પાણી પણ આપવામાં આવ્યું હતું. હાલ ડેમમાં કરકસર કરી માંડ માંડ આવતું ચોમાસું ચાલે તેટલો પાણીનો જથ્થો બચ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સ્થાનિક નેતાઓ મતબેંકને જાણળવી રાખવા માટે સિંચાઈ ખાતાના અધિકારીઓને પાણીની ચોરી માટે મજબુર કરી રહ્યા છે.

ડેમમાંથી થોડા ઘણા ખેડુતો પાઇપ લાઇનો દ્વારા પાણી ચોરી કરે તો ડેમમાંના પાણીના જથ્થામાં કંઈ ફરક પણ ન પડે પરંતુ ડેમનું પાણી નદીમાં વહેડાવી પાણી ચોરી કરાવે તો નદીમાં પાણીનો ખોટો વેડફાટ પણ થાય તેમ છે. જેતપુર નગરપાલિકાના પાણીના સંપ પાસે ભાદર કેનાલ શરૂ થાય છે આ કેનાલમાંથી માઇનોર કેનાલનો એક ગેઇટ છે જે ગેઇટમાંથી પાણી છોડવાથી પાણી લીલાખા ગામ બાજુની માઇનોર કેનાલ અને ભાદર નદીમાં પણ વહી જાય છે.

સ્થાનીક નેતાઓ દ્વારા સિંચાઇ ખાતાના અધિકારીઓને પ્રલોભન આપી બે દિવસ પહેલા માઇનોર કેનાલનો અડધો ગેટ ખોલાવી નાખ્યો હતો. જેના કારણે આજે નદીમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. એટલે કે મૂશળધાર વરસાદ વરસ્યો હોય તેટલુ પાણી નદીમાં આવી ગયું છે. અછતની આવી પરિસ્થિતીમાં માત્રને માત્ર પોતાની મતબેંક સાચવવા પાણી વેડફાટ કરવો એ યોગ્ય ન હોવાનું જાગૃત નાગરીકોઓ જણાવી રહ્યા છે.

READ ALSO

Related posts

આ મહિનામાં જન્મેલા લોકો સાથે છે સારા સંબંધ? તો ક્યારેય નહીં આવે કોઈ પ્રોબ્લેમ, ધરાવે છે આ ખાસિયતો

Arohi

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!