GSTV
Home » News » રાજ્યસભા ચૂંટણી વિવાદ : બળવંતસિંહના વકીલે અહેમદ પટેલના આ વિડિયો હાઈકોર્ટમાં રજૂ કર્યા

રાજ્યસભા ચૂંટણી વિવાદ : બળવંતસિંહના વકીલે અહેમદ પટેલના આ વિડિયો હાઈકોર્ટમાં રજૂ કર્યા

રાજ્યસભામાં અહેમદ પટેલની જીતને પડકારતી અરજી પર સતત ચોથા દિવસે પૂછપરછ દરમ્યાન અહેમદ પટેલ હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણી દરમ્યાન બળવંતસિંહના વકીલે કેટલાક વિડિયો પુરાવા તરીકે હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તેની સામે અહેમદ પટેલના વકીલે વાંધો ઉઠાવ્યા હતો પરંતુ હાઈકોર્ટએ મંજૂરી આપતા તમામ વિડીયો પુરાવા તરીકે રજૂ કરાયા હતા.

ખાનગી ચેનલના વિડીયોમાં અમદાવાદ એરપોર્ટ પર બેગ્લોરથી આવેલા ધારાસભ્યોને લેવા માટે અહેમદ પટેલ ગયા હતા અને ત્યારબાદ તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં જીતનો દાવો કર્યો હતો તેમ કોર્ટમાં દર્શાવાયુ હતુ. તો સામે અહેમદ પટેલે જણાવ્યું કે તેમની સામે વિડીયોમા એક પણ એમએલએ નથી અને આ વીડિયો એ જે તે પ્રસંગ સાથે જોડાયેલો છે કે નહી તેની પણ ખબર નથી.

વિડિયો એવીડન્સમાં ખાનગી ચેનલના દ્રશ્યો દેખાડવામાં આવ્યા જેમાં અમદાવાદમાં એરપોર્ટ પર બેગ્લોરથી આવેલા ધારાસભ્યને લેવા માટે અહેમદ પટેલ ગયા હતા અને ત્યાર બાદ તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં જીતનો દાવો કર્યો તે તમામ કોર્ટમાં દેખાડવામાં આવ્યું હતું. વીડિયો જોયા બાદ અહેમદ પટેલે જવાબ આપ્યો કે આ દ્રશ્યો અને ઇન્ટરવ્યૂ કેટલા વાગ્યાનું છે તે મને યાદ નથી.

READ ALSO

Related posts

આ સાંસદે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની માંગ કરી

Nilesh Jethva

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

Nilesh Jethva

નિત્યાનંદ આશ્રમમાં દુર્વ્યવહારની તપાસ દરમિયાન બે બાળકોએ લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!