GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ગાંધીનગરમાં ફાર્માસ્યુટીકલ એક્ઝિબિશનનો પ્રારંભ, 120 દેશના લોકો લેશે ભાગ

ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ એન્ડ હેલ્થકેર એક્ઝિબિશનનો વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ એક્ઝિબિશનમાં ૧ર૦ દેશો, ૩૭૦ એક્ઝિબિટર્સ અને ૭૦૦થી વધુ દેશ-વિદેશના વ્યવસાયકારો ભાગ લેવાના છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સહયોગથી ફાર્માસ્યુટીકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા ૧૦થી ૧ર જૂન દરમિયાન આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ફાર્માસ્યુટીકલ દવા ઊદ્યોગ ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે ન જોતાં જનસેવા માટે ઇશ્વરે આપેલી તક તરીકે લેવાનો સૌને અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે સામાન્ય માનવીને ગંભીર કે અન્ય બિમારીઓમાં સસ્તા દરે સરળતાથી દવાઓ મળી રહે તે આપણો સંકલ્પ હોવો જોઇએ. રાજ્યનો દવા ઉત્પાદન હિસ્સો દેશના ઉત્પાદનના ૩૦ ટકા છે. તે વધારીને ૪પ ટકાએ પહોચાડવાનું સરકારનું આયોજન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે. નવી નવી થતી જતી બિમારી-રોગ સામેના રક્ષણાત્મક ઉપચાર ઉપાય તરીકે સસ્તી અને સચોટ દવા પૂરી પાડવાનું જનસેવા દાયિત્વ દવા ઊદ્યોગે નિભાવવાનું છે.

READ ALSO

Related posts

પોરબંદરમાં ભારે વરસાદની વચ્ચે કરલી પુલ પર જીવ સટોસટીનો ખેલ, જીવનાં જોખમે માછીમારી

pratik shah

સુરતમાં કોરોનાનો ભરડો: નવી સિવિલમાં સારવાર લઇ રહેલા આટલા દર્દીઓની હાલત ગંભીર

Bansari

મહિલા કોન્સ્ટેબલ સાથે પતિના આડા સબંધ, પત્નીએ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની નોંધાવી ફરિયાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!