કંપનીએ OnePlus 6T કરતા પણ સસ્તો કર્યો OnePlusનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

OnePlus 7ને લઇને ચાલી રહેલી અફવાઓ વચ્ચે હવે આ ફોનને રીટલેર વેબસાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો છે. ગિઝટૉપ નામની વેબસાઇટ પર વનપ્લસની કિંમત, ફોટોની સાથે બીજી પણ ઘણી જાણકારી આપવામાં આવી છે. ફોનના ફ્રંટ ફોટોમાં જોઇ શકાય છે કે તેમાં નૉચ ડિસ્પ્લે આપવામાં આવશે. બાકીની ડિઝાઇન તાજેતરમાં લીક થયેલા ફોટોની જેમ નજરે પડી રહી છે. આ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ ફોનમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસરની સાથે 12GB RAM હોઇ શકે છે. OnePlus 7 Oxygen OS પર બેસ્ડ એન્ડ્રોઇડ પાઇ પર કામ કરશે. ફોનમાં 6.5 ઇંચની  AMOLED ડિસ્પ્લે હોવાની વાત કરવામાં આવી છે.

લિસ્ટિંગ પ્રમાણે ફોનમાં ત્રણ કેમેરા હશે, રિયરમાં 48+20+16 મેગાપિક્સલ, ત્યાં સેલ્ફી માટે એમાં 16 મેગાપિક્સલનો પૉપ અપ કેમેરા હોવાની વાત સામે આવી છે. બેટરીને લઇને કહેવામાં આવ્યું છે કે એમાં 44W ડેશ ચાર્જિંગ આપવામાં આવશે.

આ ઉપરાંત એમાં એ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવશે. જણાવી દઇએ કે તાજતરમાં વનપ્લસના CEO Pete Lau આપેલા એક ઇન્ટરવ્યૂમાં કન્ફર્મ કર્યું હતું કે OnePlus વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી આપવામાં આવશે નહીં.

ગિઝટૉપ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારીથી એની કિંમતનો પણ અંદાજો લગાવી શકાય છે. આ વેબસાઇટ પર વનપ્લસને 569 ડૉલરની કિંમત માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેનો અર્થ ભારતીય બજારમાં એની કિંમત લગભગ 39,828 રૂપિયા હોઇ શકે છે. જો આવું થાય છે તો એનો મતલબ આ OnePlus 6T થી ઓછી કિંમતમાં આવી શકે છે. જણાવી દઇએ કે વનપ્લસ 6T ના 8GB+128GBની કિંમત 41,999 રૂપિયા અને 8GB+256GBની કિંમત 45,999 રૂપિયા છે.

OnePlus 6Tના ફિચર્સ

ડ્યુઅલ સિમ સપોર્ટવાળો OnePlus 6T એન્ડ્રોઈડ 9.0 પાઈ બેસ્ડ OxygenOS પર ચાલે છે. તેમાં 19.5:9ના રેશિયો સાથે 6.41-ઈચ ફુલ HD+ (1080×2340 પિક્સલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવેલ છે. આ ડિસ્પ્લેમાં પ્રોટેક્શન માટે કોર્નિગ ગોરિલ્લા ગ્લાસ 6 લગાવવામાં આવેલ છે.


તેમાં વોટરડ્રોપ સ્ટાઇલ નોચ અને થ્રી ઈન વન એમ્બીયન્ટ લાઈટ સેન્સર પણ હાજર છે. OnePlus 6Tમાં 6GB અને 8GB LPDDR4X રેમ સાથે ઓક્ટોકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનની ખાસ વાત તેમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રીન્ટ સેન્સર આપવામાં આવેલ છે.

OnePlus 6Tમાં વૉટરડ્રૉપ નૉચ આપવામાં આવી છે. તેવામાં તેના જૂના વર્ઝની તુલનામાં નૉચ નાની કરી દેવામાં આવી છે.  કારણે નૉચ ડિસ્પ્લેનો ઓછો હિસ્સો આવરે છે. સાથે જ આ નૉચમાં ફ્રન્ટ કેમેરા લગાવવામાં આવ્યો છે. સાથે જ જો યુઝર્સે નૉચ પસંદ ન હોય તો તે સેટિંગ્સમાં જઇને તેને ડિસેબલ પણ કરી શકે છે. આ ઉપરાંત આ ફોનમાં આપવામાં આવેલું ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ખાસ છે. OnePlus 6Tમાં ઇન સ્ક્રીન ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

તેના ફેસઅનલોક ફીચરની વાત કરીએતો કંપનીનો દાવો છે કે આ ફોનમાં 0.4 અનલોક આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં 128GB અને 256GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને કાર્ડની મદદથી વધારી શકાશે. કનેક્ટીવિટીની વાત કરીએતો તેમાં 4G VoLTE, Wi-Fi 802ac, બ્લૂટૂથ v5.0, NFC, GPS/ A-GPS અને એક USB ટાઈપ C (v2.0) સપોર્ટ હાજર છે.

Read AlsoADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter