GSTV
India News Trending

હત્યારાઓએ ગૂગલની મદદથી કમલેશ તિવારીની મેળવી માહિતી અને પછી આ રીતે આપ્યો ઘટનાને અંજામ

ઉત્તર પ્રદેશના લખનઉમાં કમલેશ તિવારીની હત્યા મામલે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કમલેશ તિવારીની હત્યા કરવા આરોપી ટ્રેનથી લખનઉ પહોંચ્યા અને ચારબાગ રેલવે સ્ટેશનથી કમલેશ તિવારીના ઘરનું સરનામું પૂછતાં ગણેશગંજ પહોંચ્યા હતા. પોલીસને તપાસ દરમ્યાન હત્યારાઓનું લોકેશન હરદોઈથી મુરદાબાદ અને ગાજીયાબાદ મળ્યુ છે.

હત્યારાઓ એ ગૂગલની મદદથી કમલેશ તિવારીની માહિતી મેળવી હતી. હત્યારાઓની તપાસ માટે પોલીસે 3 મોબાઈલના લોકેશન મેળવ્યા. જેમા 17 ઓક્ટોબરના રોજ એક્ટિવ થયેલા મોબાઈલ નંબર રાજસ્થાનના નીકળ્યા છે. ઘટનાના એક દિવસ પહેલા આ નંબર પરથી રાત્રે 12 વાગે કમલેશ તિવારીને કોલ કરવામાં આવ્યો હતો.

પોલીસે આ નંબરની તપાસ કરતા કાનપુર દેહાંતના ટેક્સી ચાલકનો નીકળ્યો. ત્યારે આ મામલે હત્યારાઓને પકડવા માટે પોલીસે 10 ટિમો બનાવી છે. અને ગુજરાત એરપોર્ટ પર દિલ્હી અને લખનઉ ફ્લાઇટના મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV