GSTV
Home » News » ચોમાસુ સક્રિય બન્યા બાદ ખરીફ વાવણીનો વાવેતર વિસ્તાર સંતોષકારક સ્તરે પહોંચ્યો

ચોમાસુ સક્રિય બન્યા બાદ ખરીફ વાવણીનો વાવેતર વિસ્તાર સંતોષકારક સ્તરે પહોંચ્યો

ચોમાસાના પ્રારંભમાં ધીમી ગતિએ શરૂ થયેલી ખરીફ વાવણીનો વાવેતર વિસ્તાર હાલમાં સંતોષકારક સ્તર પર હોવાનું જોવા મળી રહ્યું છે. મોટા ભાગના ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ગયા વર્ષની લગભગ નજીક આવી ગયો છે. 

ખરીફ વાવણીનો સમયગાળો લગભગ પૂરો થવા આવ્યો છે અને કુલ ખરીફ એકરેજનો આંક ૧૦૨૯ લાખ હેકટર વિસ્તાર રહ્યો છે જે ગયા વર્ષના સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ૧૦૩૫ લાખ હેકટર રહ્યો હતો. સામાન્ય રીતે દેશમાં ૧૦૬૩ લાખ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી થાય છે. 

છેલ્લા પખવાડિયામાં દેશના મોટાભાગના રાજ્યોમાં સારો વરસાદ નોંધાતા ખેડૂતોએ પણ વાવણીમાં જોર કર્યું હતું, એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. કપાસ, મકાઈ તથા સોયાબીન જેવા પાકની વાવણી ગયા વર્ષની સરખામણીએ ઊંચી રહી છે. ગયા વર્ષમાં આ પાકના ખેડૂતોને સારા વળતર મળી રહ્યા હતા.

ઓગસ્ટમાં દેશમાં પડેલા વધુ પડતા વરસાદને કારણે ખરીફ વાવણીના એકરેજમાં સંતોષકારક પ્રગતિ જોવા મળી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ચોખાને બાદ કરતા મોટાભાગના ખરીફ પાકનું વાવેતર સારું જોવા મળી રહ્યું છે.

બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડૂ જેવા રાજ્યોમાં ઓછા પ્લાન્ટિંગને કારણે ચોખાના વાવેતર વિસ્તારમાં ૧૦ લાખ હેકટરની ઘટ જોવા મળી રહી છે. ગયા વર્ષે ૩૭૬.૧૮ લાખ હેકટરની સામે વર્તમાન વર્ષમાં ૩૬૫.૬૯ લાખ હેકટર વિસ્તાર પર ચોખાનું વાવેતર પૂરું થયું છે.

READ ALSO

Related posts

અજીત પવારને હજુ પણ ડેપ્યુટી CM બનવાના અભરખા, પણ કાકા નામનો કાંટો આવી રહ્યો છે આડો

Mayur

બ્રિટનના મોસ્ટ વોન્ટેડ બળાત્કારીને ભૂલથી મળ્યા પેરોલ : 14 દિવસમાં જ ફરી 11 બળાત્કાર કર્યા, 33 વાર મળી છે આજીવન કેદની સજા

Karan

ઈવેન્ટમાં પત્નિ ગૌરીનો ડ્રેસ સંભાળતા નજરે પડ્યા કિંગ ખાન, જુઓ ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!