GSTV
Home » News » નર્મદા ડેમનો જબરદસ્ત નજારો, જળ સપાટી ઐતિહાસિક સપાટી પર

નર્મદા ડેમનો જબરદસ્ત નજારો, જળ સપાટી ઐતિહાસિક સપાટી પર

કેવડિયા કોલોની પાસે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં જળસપાટી બપોરે 137.13 મીટરે પહોંચી છે. અને આ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગમે તે સમયે નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138 મીટરની સપાટી પાર કરે તેમ છે. ત્યારે ડેમ ઓવરફ્લો થશે.. હાલ પાણીની આવક 7 લાખ 81 હજાર ક્યુસેક છે. ડેમના 23 દરવાજા 4.9 મીટર ખોલીને 6 લાખ 91 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે.

હાલ મુખ્ય કેનાલમાંથી 17,756 હજાર ક્યુસેક અને પાવર હાઉસમાંથી 41,525 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 5,271.30 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. RBPH ના 6 ટર્બાઇન ચાલુ અને CHPH ના 4 ટર્બાઇન હાલ ચાલુ છે. ગોરા બ્રિજ પરથી નર્મદા નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે.

Read Also

Related posts

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખનો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!