GSTV
Home » News » કરણી સેનાએ જાહેરમાં રંગ ઉડાડવા પર પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું, રિવાબા પણ રહ્યા હાજર

કરણી સેનાએ જાહેરમાં રંગ ઉડાડવા પર પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું, રિવાબા પણ રહ્યા હાજર

જામનગરમાં કરણી સેનાએ ધુળેટીના તહેવારોમાં જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવવા બાબત પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે. રાજપૂત કરણી સેનાની મહિલા પાંખે એસપી શરદ સિંઘલને આવેદનપત્ર આપ્યું. આ દરમિયાન ભાજપના નેતા અને કરણી સેનાની મહિલા પાંખના પ્રમુખ રિવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા.

આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે કેટલાક તત્વો દ્વારા જાહેરમાં રંગ ઉડાડી ખરાબ રીતે મહિલાઓનું માન ભંગ થાય એવી રીતે ઊજવણી થતી હોય છે. ત્યારે જાહેરમાં રંગ ઉડાડવા બાબતે પ્રતિબંધ મૂકવો જોઈએ. જેથી મહિલાઓને પરેશાન કરતા તત્વો પર અંકુશ લગાવી શકાય અને કાયદો-વ્યવસ્થાની મર્યાદામાં રહી લોકો હર્ષભેર તહેવારની ઉજવણી કરી શકે.

READ ALSO

Related posts

રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદથી અનેક ડેમો ભરાયા, જાણો એક ક્લિકે જળાશયોની સ્થિતિ

Nilesh Jethva

કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરી નેતાઓને તરત આઝાદ કરવાની કરી માંગ

Mansi Patel

IND vs WI અભ્યાસ મેચ : પુજારાની સદી, ભારતે બનાવ્યા 5 વિકેટ પર 297 રન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!