GSTV
Home » News » એક સમય હતો કે કપિલનો સિક્કો ચાલતો, હવે વાત કંઈક અલગ છે… શો કપિલનો પણ કૃષ્ણા વધુ કમાઈ જાય છે

એક સમય હતો કે કપિલનો સિક્કો ચાલતો, હવે વાત કંઈક અલગ છે… શો કપિલનો પણ કૃષ્ણા વધુ કમાઈ જાય છે

કપિલ શર્મા ટીવી પર પોતાના કોમેડી શો સાથે આવ્યો ત્યારથી તે શો તેના માટે રોલર-કોસ્ટર સવારી જેવો રહ્યો છે. ટીવી પર ટોપ કોમેડી શો હોવાને કારણે ઘણા વિવાદોમાં ફસાવવાના કારણે શો હંમેશાં સમાચારમાં રહ્યો છે.

અહેવાલ મુજબ, કપિલ શર્મા શોની બીજી સિઝન જેનો પ્રારંભ 29મી ડિસેમ્બરે થયો હતો. કપિલ આ શો દ્વારા દર્શકોના દિલ પર પહેલાની સિઝન જેવો છવાઈ જવામાં અસફળ રહ્યો છે અને હવે ચર્ચા છે કે કપિલ આ વર્ષે સલમાન ખાન સાથે શોને પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે. દેખીતી રીતે, તેણે આ સીઝન માટે ભારે ફી ઘટાડી દીધી છે.

એક અહેવાલ મુજબ કપિલ અગાઉ દર એપિસોડના 60-70 લાખ ચાર્જ કરતો હતો. જો કે હવે તે એપિસોડ દીઠ 15-20 લાખ રૂપિયા લે છે. જે તેની તુલના અગાઉના ચાર્જ સાથે કરીએ તો તે અગાઉની રકમનો ભારે ઘટાડો છે. કપિલ ઉપરાંત શોની બીજી સ્ટારકાસ્ટ પણ એપિસોડ દીઠ ભારે ભરખમ ચાર્જ વસુલ કરે છે.

પહેલાના એક રિપોર્ટ અનુસાર, શોમાં કપિલ શર્મા જેના પર લટ્ટુ થઈને ફરે છે તે રીચેલ રાઓ એપિસોડ દીઠ બે લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે હાલ શોમાંથી કાઠી મુકવામાં આવેલા નવજોત સિંહ સિદ્ધૂ પહેલા એપિસોડ દીઠ 12 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. જ્યાં કપિલના ખાસ મિત્ર ચંદન પ્રભાકરની વાત કરવામાં આવે તો તે એપિસોડ દીઠ 6 લાખ રૂપિયા ચાર્જ કરે છે. એજ રીતે સુમોના ચક્રવર્તી 8 લાખ, કૃષ્ણા અભિષેક 30 લાખ, ભારતી સિંહ 22 લાખ અને કિકૂ શારદા 9 લાખ રૂપિયા વસુલે છે.

Read Also

Related posts

કોંગ્રેસને રૂપાણીએ આ મામલે બાયલાઓ ગણાવ્યા, ધાનાણીએ આપ્યો વળતો જવાબ

Nilesh Jethva

જો હું આઘો પાછો થઇશે તો પછી શું થાય એ પછી નક્કી જોજો, ભાજપના ધારાસભ્યની ખુલ્લેઆમ ધમકી

Nilesh Jethva

ગાંગુલીને એવો તો કયો સવાલ પૂછાયો કે તેમણે મોદી અને ઇમરાન પર મામલો ઢોળ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!