GSTV
Home » News » કપિલે પૂછ્યું, 1 દિવસ માટે વડાપ્રધાન બને તો શું કરીશ? ‘બાહુબલી’ પ્રભાસે આપ્યો જબરદસ્ત જવાબ

કપિલે પૂછ્યું, 1 દિવસ માટે વડાપ્રધાન બને તો શું કરીશ? ‘બાહુબલી’ પ્રભાસે આપ્યો જબરદસ્ત જવાબ

ધ કપિલ શર્મા શૉના આગામી એપિસોડમાં જોવા મળશે બાહુબલી ફેમ પ્રભાસ. સાઉથનો સુપર સ્ટાર પ્રભાસ બોલીવુડ ફિલ્મ સાહોનું પ્રમોશન કરવા માટે આખી ટીમ સાથે કપિલ શર્મા શૉ પર પહોંચ્યો હતો. શૉમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર અને નીલ નીતાન મુકેશ પણ નજરે આવશે.

શૉમાં કપિલ શર્માએ ઓછુ બોલવા માટે જાણીતા પ્રભાસને હસવા માટે મજબૂર કરી દીધો હતો. કપિલ શર્માએ પ્રભાસને અનેક મજેદાર સવાલો પૂછ્યાં જેમાંથી એક સવાલ હતો જો તેને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો તે શું કરશે?

કપિલ શર્માએ સાહો ફિલ્મની સ્ટાર કાસ્ટને મજેદાર સવાલ પૂછ્યાં પરંતુ જ્યારે આ સવાલ પૂછ્યો તો પ્રભાસે જબરદસ્ત જવાબ આપ્યો. પ્રભાસે કહ્યું કે, હું ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરવ્યુ બંધ કરાવી દઇશ. પ્રભાસનો જવાબ સાંભળતા જ કપિલ શર્મા પણ હસવા લાગ્યો કારણ કે તે પોતે જ પ્રભાસનું ઇન્ટરવ્યુ લઇ રહ્યો હતો.

પ્રભાસ બાદ કપિલે શ્રદ્ધાને પૂછ્યું કે તારા વિશે એક અફવા છે કે ફિલ્મની શુટિંગ પહેલા જ તારા પેટમાં ગરબડ થઇ જાય છે? શ્રદ્ધાએ કહ્યું કે હા આ હકીકત છે. કપિલ શર્માએ તરત જ તક જોઇને કહ્યુ, હા એટલે જ તુ શૉ શરૂ થતા પહેલાં ત્રણ વાર વૉશરૂમ ગઇ હતી.

મહત્વનુ છે કે શ્રદ્ધા અને પ્રભાસની સાહો 30 ઓગસ્ટે રિલિઝ થવા જઇ રહી છે. આ એક મેગા બજેટ ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 350 કરોડ જણાવવામાં આવી રહ્યું છે. હવે જોવું રહ્યું કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કેટલી કમાલ કરી શકે છે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!