GSTV
Home » News » સિદ્ધુની હકાલપટ્ટી નથી થઇ, આ છે કપિલ શર્માના શૉમાંથી બહાર થવાનું અસલ કારણ

સિદ્ધુની હકાલપટ્ટી નથી થઇ, આ છે કપિલ શર્માના શૉમાંથી બહાર થવાનું અસલ કારણ

પુલવામા હુમલા બાદ એક નિવેદનના કારણે નવજોત સિંહ સિદ્ધુની સખત આલોચના થઇ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ધ કપિલ શર્મા શૉમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આવું પ્રશંસકો દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલા અભિયાન બાદ થયું હતુ. હવે પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી સિદ્ધુએ શૉમાંથી બહાર થવાના બીજા જ કારણો જણાવ્યાં છે.

એક વાતચીતમાં નવજોતે કહ્યું કે, હું મારી રાજકીય જવાબદારીઓ નિભાવવાના કારણે કપિલ શર્માના કેટલાંક શુટનો હિસ્સો બની શકતો ન હતો. મારે વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવાનું હતું જેના કારણે હું શુટિંગ ન કરી શક્યો, તેના પગલે તેમણે બે એપિસોડ માટે મારો રિપ્લેસમેન્ટ શોધી કાઢ્યો. મને શોમાંથી હટાવવા અંગે ચેનલ તરફથી કોઇ ટર્મિનેશન લેટર નથી મળ્યો.

પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થવા પર નવજોત સિંહ સિદ્ધુએ આપેલુ એક નિવેદન તેમની પર જ ભારે પડી ગયુ છે. પુલવામાં હુમલા પર સિદ્ધુએ કહ્યુ હતુ કે, આતંકવાદીઓનો કોઇ દેશ નથી હોતો. તેમણે મુઠ્ઠીભર લોકો માટે પૂરા દેશને જવાબદાર કેવી રીતે ગણી શકાય પ્રકારના નિવેદન આપ્યા હતા. જેના પગલે સિદ્ધુની હકાલપટ્ટી કરાઇ હતી તેવી ખબર મળી હતી.

જો કે હવે તેમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે. નવજોત સિંહના શૉમાં નજરે ન પડવા અંગેનો સંકેત અર્ચના પુરણ સિંહનો એક વીડિયો આપી રહ્યો છે. આ વીડિયો અર્ચનાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ વીડિયોમાં અર્ચના પૂરણ સિંહ ‘ધ કપિલ શર્મા શૉ’માં નવજોત સિંહ સિદ્ધુના રોલમાં જોવા મળી રહી છે. અર્ચનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કહે છે કે, હેલ્લો ફ્રેન્ડ્ઝ, વેનિટી વેનમાં રાહ જોઇ રહી છું. ઘણાં વર્ષો બાદ ફરી એકવાર હું કપિલ સાથે તેના શૉ પર શુટ કરી રહી છું અને તેની ટીંમ સાથે પરત આવીને સારો અનુભવ થઇ રહ્યો છે. અહી કૃષ્ણા અભિષેક, કપિલ, ભારતી, કીકૂ જેવા સ્ટાર્સ અને બેક ટીમમાં રાઇટર સાથે કામ કરવાની ઉત્સુકતા વધુ છે. તો આ એપિસોડ જોવાનું ન ભુલતાં. જો કે તે નથી જાણતી કે આ એપિસોડ ક્યારે ઓનએર થશે. પરંતુ પરત આવીને મને ખૂબ ગમ્યુ.

જણાવી દઇ એ કે કપિલ શર્માના લોકપ્રિય કોમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’મા સિદ્ધુની જગ્યાએ હવે, અર્ચના પૂરણ સિંહ નજર આવશે. ખુદ અર્ચનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે તેણે શૉના બે એપિસોડનું શુટિંગ કરી લીધું છે.

Read Also

Related posts

વિશ્વના અનેક દેશોના વડાઓએ PM મોદીને શુભેચ્છા આપી

Path Shah

દેશના આ બે મોટા રાજ્યોમાં મોદીએ જ્ઞાતી-જાતિના સમીકરણોને કર્યા પરાસ્ત

Nilesh Jethva

મોદીની સુનામીમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ પણ આ 3 રાજ્યોને ના થઈ અસર, આ પાર્ટીઓને રહ્યો દબદબો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!