Video: આવી ગયો ‘કપિલ શર્મા શૉ’નો નવો પ્રોમો, હસી-હસીને લોટપોટ થયાં સલમાન-રણવીર

કોમેડિયન કપિલ શર્મા પોતાના ચર્ચિત પ્રોગ્રામ ‘ધ કપિલ શર્મા શૉ’ દ્વારા ટેલિવીઝન પર વાપસી કરી રહ્યો છે. કપિલે શૉનું શુટિંગ શરૂ કરી દીધું છે. શૉનો નવો પ્રોમો પણ રિલિઝ કરી દેવામાં આવ્યો છે.પ્રોમોમાં સલમાન ખાન, સલીન ખાન, રણવીર સિંહ ને સારા અલી ખાન નજરે પડ્યાં. આ તમામ સ્ટાર્સ હસી હસીને લોટપોટ થતાં જોવા મળ્યાં.

જણાવી દઇએ કે થોડા સમય પહાં જ કપિલના નવા શૉનો પ્રથમ પ્રોમો સામે આવ્યો હતો. જો કે પ્રોમોમાં આ શૉ વિશેની જાણકારી આપવામાં આવી ન હતી કે શૉ ક્યારે પ્રસારિત કરવામાં આવશે.

શૉના નવા સેટની ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રિપોર્ટસ અનુસાર તેના શૉમાં પ્રથમ સેલબ્રીટી ગેસ્ટ બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન હશે. તે બાદ રણવીર સિંહ અને સારા અલી ખાન સિંબાને પ્રમોટ કરવા માટે પહોંચશે.
કપિલના ગત શૉમાં સાથે રહેલા ચંદન, કીકૂ શારદા અને સુમોના ચક્રવર્તી આ શૉમાં પણ તેની સાથે હશે. શૉમાં રોશેલ રાવ સાથે કોમેડિયન ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે.

જણાવી દઇએ કે કૉમેડિયન કપિલ શર્માએ થોડા દિવસ અગાઉ જ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા. બન્નેએ હિન્દુ અને શિખ રીતી-રીવાજ સાથે લગ્ન કર્યા. બન્નેએ લગ્ન બાદ અમૃતસરમાં પહેલું રિસેપ્શન આપ્યું. કપિલે અમૃતસરની હોટલ રેડિસન બ્લુમાં વેડિંગ રિસેપ્શન આપ્યું. અમૃતસરમાં પરંપરાગત પંજાબી વિધી પ્રમાણે કપિલે ગિન્ની સાથે લગ્ન કર્યા છે અને લગ્ન બાદની પહેલી તસવીર કપિલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

લગ્ન પહેલાં કપિલ ખૂબ જ નર્વસ લાગી રહ્યો હતો તેથી તેણે ત્યાંથી ભાગી જવાનો પ્લાન પણ બનાવ્યો. લગ્ન પહેલા કપિલનો એક ફની વિડિયો વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં ફેરા લેતાં પહેલાં કપિલ અને ગિન્નીએ તમામ મહેમાનોને તેમની ખુશીઓ માટે દુઆ કરવા કહ્યું અને પ્રેમ આપવા માટે આભાર માન્યો. પરંતુ અહીં પણ કોમેડી કિંગ મસ્તીના મૂડમાં હતા. તેણે ફેરા લેતા પહેલા હસતા કહ્યું કે, વિચારી રહ્યો છું મંડપમાંથી ભાગી જાઉ. આ સાંભળીને તેની પાસે ઉભેલી ગિન્ની પણ હસવા લાગી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter