ફરીથી હસાવવા માટે તૈયાર છે કૉમેડી કિંગ : રિલિઝ થયું કપિલ શર્મા શૉનું ટીઝર, તમે જોયું કે નહી

કૉમેડીથી સૌકોઇને હસાવનારા કપિલ શર્મા પોતાના ચર્ચિત કૉમેડી શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ દ્વરા ટીવી પર કમબેક કરી રહ્યો છે. તેના શૉની બીજી સીઝનનું ટીઝર આવી ગયું છે. આ શૉ ટૂંક સમયમાં ઓનએર કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. બિમારી અને વિવાદોથી ઘેરાયેલો કપિલ નવેસરથી શરૂઆત કરવા માટે તૈયાર છે.

સોની ટીવીએ ટ્વિટર પર ટીઝર રીલીઝ કર્યુ છે. તેમાં સમાજના દરકે વર્ગ અને પેઢીના લોકોને સાથે બેસીને શૉની મજા લેતાં દર્શાવવામાં આવ્યાં છે. લોકોને શૉના પહેલા પાર્ટ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રથમ પાર્ટ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. પરંતુ કપિલના સ્વાસ્થ્ય તથા અન્ય કારણોસર શૉ બંધ કરવો પડ્યો. કેટલાકં રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું હતું કે કપિલ અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલી મારામારીના કારણે શૉની ટીઆરપી ડાઉન જતાં શૉ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

તે બાદ કપિલે માર્ચ,2018માં ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્માથી વાપસી કરી હતી પરંતુ થોડા જ સમયની અંદર શૉ બંધ કરવો પડ્યો. શૉ એટલો લોકપ્રિય ન થવાનું કારણ ફરી એકવાર કપિલનું કથળતું સ્વાસ્થ્ય અને તેના નૉન પ્રોફેશનલ વ્યવહાર ઠેરવવામાં આવ્યું. તાજેતરમાં જ તેણે ઘોષણા કરી હતી કે તે હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને વાપસી માટે તૈયાર છે.

કપિલના ફેન્સ માટે આ એક ખુશખબર જ છે કે કપિલ ફરી એકવાર વાપસી કરી રહ્યો છે અને સૌકોઇને હસાવવા માટે તૈયાર છે. ટીઝરમાં શૉની રિલિઝ ડેટનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ તેમ જરૂર લખવામાં આવ્યું છે કે શૉ ટૂંક સમયમાં ઓનએર થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter