કાંકરીયા કાર્નિવલમાં પોલીસની ખૂબ સારી કામગીરી, એક પણ વાહન ન થયું ચોરી

અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સુસજ્જ બની છે. મહત્વની વાત એ છે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં અત્યાર સુધી એકપણ વાહન ચોરીના બનાવ બન્યો નથી. ત્યારે મણિનગર પોલીસે કાંકરિયા કાર્નિવલના પાંચ દિવસની કામગીરી ઉપર એક નજર કરીએ તો 28 જેટલા બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફેસ રેકોનાઇઝર મશીનવડે આરોપીઓની ઓળખ કરી હતી.

28 બાળકો અને એક વૃદ્ધ ગુમ થયા હોય તેવા વ્યક્તિઓને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. તો 32 દારૂ પીધેલા વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. અને 1 બેગ, 1 પર્સ તેમજ 1 મોબાઈલ ફોન જે તે માલિકને સોપવામાં આવ્યા હતા. આ વખતે એન્ટી રોમિયો સ્ક્વોડની રચના કરવામાં આવી છે. જેમાં મહિલા પોલીસે પણ ખાનગી ડ્રેસમાં મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે હાજર રહે છે. ઉલ્લેખનીય છે કે ફેસડિટેક્શન રેકોઝનાઈઝ મશીન દ્વારા કાંકરિયા કાર્નિવલમાં ગુનાહખોરીનું પ્રમાણ ઓછું થયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter