GSTV
Home » News » સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા પર હુમલો કરનાર જામીન પર મુક્ત

સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા પર હુમલો કરનાર જામીન પર મુક્ત

જામનગરના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જાડેજા ઉપર હુમલો કરવા અંગેના ચકચારી પ્રકરણમાં પકડાયેલા પોલીસ કર્મચારીને અદાલત સમક્ષ રજૂ કરાયા પછી પોતાની ખોટી કલમ હેઠળ ધરપકડ થઈ હોવાનું કારણ રજુ કરી અદાલત સમક્ષ દલીલો કરાઈ હતી અને સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર થયો હોવાની બચાવ પક્ષે દલીલો કરાઈ હતી. જેનો ચુકાદો આવતીકાલ ઉપર મુકરર રખાયો છે. કર્મચારીને જામીન પર મુક્ત કરાયો છે. જેને પગમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જીજી હોસ્પીટલમાં લઈ જવાયો છે અને અકસ્માતના બનાવ અંગે નિવેદન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિ રીવાબા જાડેજા ઉપર હુમલો કરવા અંગે સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સંજય ખીમાભાઈ કરંગીયા સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં કલમ ૩૨૪ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરી લેવામાં આવી હતી. જેને આજે સાંજે જામનગરના મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને જામીન પર મુક્ત કરવા માટે અને તેની ખોટી કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાની બચાવ પક્ષે દલીલો કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત રીવાબાને કોઈ એવી ગંભીર ઈજા નથી થઈ કે સરકારી હોસ્પીટલમાં સારવાર લીધી હોય તેવું નથી તેમ છતાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ ૩૨૪નો ગુન્હો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત સાત વર્ષથી ઓછીની સજાની જોગવાઈ હોય તેવા ગુન્હામાં આરોપીની ધરપકડ કરવી હોય તો નોટિસ આપવી પડે તેવા સુપ્રિમ કોર્ટના ગાડલાઈનનો હુકમનો અનાદર થયો છે તેવી અરજી પણ કરવામાં આવી હતી.

જો કે તે અરજીનો ચુકાદો આવતીકાલ ઉપર મુકરર કરવામાં આવ્યો છે. અદાલત દ્વારા તપાસનિશ પોલીસ અધિકારીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં રીવાબા જાડેજાએ ખાનગી તબિબની સારવાર લીધી હોવાનું સર્ટીફીકેટ રજુ કરાયું હતું જેમાં મુઢ ઈજા થઈ હોવાનું જાહેર કરાયું છે.

અદાલત દ્વારા પોલીસ કર્મચારી સંજય કરંગીયાને રૂ. 15 હજારના જામીન પર મુક્ત કર્યો હતો. અદાલત સમક્ષ એવી પણ રજૂઆત કરાઈ હતી કે પોતે અકસ્માતના બનાવ પછી બીએમડબલ્યુ કારની ઠોકરે પગમાં ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર માટે પોતે જીજી હોસ્પીટલમાં ગયો હતો પરંતુ સારવાર ચાલુ કરે તે દરમ્યાન સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પોતાને સમાધાન કરવા માટે બોલાવી લીધો હતો. જ્યાં સમાધાન કરવાના બદલે પોતાની સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે પોતે જીજી હોસ્પીટલમાં ફરીથી સારવાર માટે જઈ રહ્યો છે.

Related posts

અમદાવાદમાં બનશે સાત ફ્લાય ઓવર બ્રિજ, જાણો તમારા વિસ્તારનો નંબર લાગ્યો કે નહી

Nilesh Jethva

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!