સુરતના આ જ્વેલર્સને પોતાની ચોરી થયેલું સોનું અને ડાયમંડ પાછા મળ્યા

સુરતમાં કિરણ જ્વેલર્સમાંથી રૂ.1 કરોડ 35 લાખના કાચા સોના અને ડાયમંડની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. તપાસમાં કુલ 6 આરોપીઓની સંડોવણી બહાર આવી છે. આ ઘટનામાં અગાઉ ચોરી કરી ચૂકેલા આરોપીનું પણ નામ સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં અન્ય હકીકતો પણ બહાર આવી છે. હજુ પણ એક આરોપી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે 3 કિલો 800 ગ્રામ લિકવિડ સોનાની ચોરી થઈ હતી. જેમાંથી કુલ 1 કિલો 900 ગ્રામ સોના સાથે સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ટેક્નિકલ, માનવસંસાધન તેમજ અન્ય ટીમોએ મળી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter