GSTV
Ajab Gajab News Trending World

અંતરિક્ષમાં દેખાયું રથનું પૈડું… જેમ્સ વેબ ટેલિસ્કોપે લીધી અદભૂત તસ્વીર

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને સ્પેસમાં મોકલવામાં આવ્ચું એ પછી એક પછી એક સુંદર તસ્વીરો મળી રહી છે. આ તસ્વીરોમાં દેખાતો નજારો સ્પેસ સંશોધન માટે ખૂબ મહત્વનો સાબીત થઇ રહયો છે. તાજેતરમાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા મોકલવામાં આવી છે જેમાં આ એવી ગેલેકસી છે જેનો આકાર વિશાળ રથના પૈડા જેવો જણાય છે. જાણે કે કોઇ વિશાળ ચક્ર ફરી રહયું હોય તેમ જણાય છે.

આ ગોળાકાર આકાશગંગાની અંદર તારનો જન્મ થઇ રહયો છે. સ્પેસ વૈજ્ઞાનિકોએ આનું નામ કાર્ટવ્હિલ એટલે કે રથનું પૈડું એવું નામ આપ્યું છે. કાર્ટ વ્હિલ ગેલેકસી પર પહેલા જે દૂરબીન કાર્યરત હતું તે હબલે પણ સંશોધન કર્યુ હતું પરંતુ હબલની સરખામણીમાં જેમ્સનું ફોટો રિઝલ્ટ ઘણું જ બહેતર છે. સંશોધકોના જણાવ્યા અનુસાર કાર્ટ વ્હીલ ગેલેકસીના મધ્યમાં વિશાળ બ્લેકહોલ છે.

જેની ચારે તરફ તારાઓનું નિર્માણ થઇ રહયું છે એ સ્થળે નીલા રંગનો પ્રકાશ જોવા મળે છે. આ ગેલેકસીમાંથી ગેસ અને ધૂળ બહાર નિકળતી રહે છે. આસપાસ ધૂળના ગોટા પણ જણાય છે. આ ગેલેકસની 50 કરોડ પ્રકાશવર્ષ દૂર સ્કલપ્ચર નક્ષેત્રમાં મૌજુદ છે. એવું માનવામાં આવે છે કે 70 થી કરોડ પ્રકાશ વર્ષ પહેલા બીજી ગેલેકસી સાથે ટકરાઇ હતી આથી તેનો આકાર બદલાઇને રથના પૈડા જેવો થયો હતો.  

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV