GSTV
Gujarat Government Advertisement

રફાલ ડીલ પર મચેલા ધમાસાણમાં ચોંકાવનારો મામલો, એચએએલના ચેરમેને આપ્યું નિવેદન

Last Updated on June 29, 2019 by Mayur Vora

રફાલ ડીલ પર મચેલા ધમાસાણ વચ્ચે ફરી એકવાર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક તરફ વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં થયેલા નવા સોદામાં સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની અવગણના કરવામાં આવી અને તેના સ્થાને અનિલ અંબાણીની કંપનીને ફાયદો કરાવવામાં આવ્યો છે. જ્યારે યુપીએ સરકારના સમયગાળામાં રફાલ ડીલમાં એચએએલ પણ સામેલ હતી.

હવે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું કહેવું છે કે તેમને ખબર જ ન હતી કે ગત રફાલ સોદાને ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર રદ્દ કરી ચુકી છે અને નવેસરથી રફાલ માટે દસોલ્ટ એવિએશન સાથે સોદો કર્યો છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન આર.માધવને કહ્યુ છે કે તેમને ગત સોદાના રદ્દ થવાની જાણકારી નથી. તેઓ રફાલ પર કોઈપણ પ્રકારની ટીપ્પણી કરવા ઈચ્છતા નથી, કારણ કે હવે તેઓ આ ડીલનો હિસ્સો નથી.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ફ્રાંસની યુદ્ધવિમાન બનાવતી કંપની દસોલ્ટ એવિએશન સાથે સવાસો રફાલ વિમાનોનો સોદો કર્યો હતો. જેમાના 108 યુદ્ધવિમાનોનું લાઈસેન્સ્ડ પ્રોડેક્શન એચએએલ દ્વારા થવાનું હતું અને અઢાર યુદ્ધવિમાનોનું નિર્માણ ફ્રાંસમાં થવાનું હતું અને તેને બદમાં ભારતમાં લાવવાની યોજના હતી.

આ યુદ્ધવિમાનની ભારતીય વાયુસેના માટે ખરીદી થવાની હતી. આ સોદો બાદમાં આગળ વધી શક્યો નહીં. બાદમાં નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારે 2015માં ફ્રાંસની સરકાર સાથે બીજો સોદો કર્યો હતો અને તેમા સવાસોના સ્થાને માત્ર 36 રફાલ યુદ્ધવિમાનોની ખરીદી કરવામાં આવી અને તેનું નિર્માણ ફ્રાંસમાં કરીને તેને ભારત લાવવામાં આવશે. તેની અનુમાનિત કિંમત 54 અબજ ડોલર છે.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!