GSTV

અમદાવાદીઓ માટે ખુશખબર : જો AMCનો આ દાવો સાચો હોય તો કોરોનાના કેસોમાં થશે મોટો ઘટાડો

Last Updated on May 23, 2020 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના મુદ્દે મળેલી બેઠકમાં આજે ટેસ્ટિંગનો મુદ્દો ગાજ્યો હતો. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાના વડપણ હેઠળ મળેલી મીટિંગમાં કોરોના ટેસ્ટિંગ સર્વેલન્સના મુદ્દે સમીક્ષા કરાઇ હતી. મીટિંગમાં રજૂ કરાયેલા ડેટા પ્રમાણે આગલા ચાર સપ્તાહની સરખામણીએ છેલ્લા બે સપ્તાહ દરમિયાન એક્ટીવ સર્વેલન્સ સ્ટ્રેટેજીના ભાગરૂપે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. 10 એપ્રિલથી સાત મે દરમિયાન દર સપ્તાહે લગભગ 7500 ટેસ્ટ કરવામાં આવતા હતાં. પરંતુ 8થી 14 મે દરમિયાનના સપ્તાહમાં આ ટેસ્ટની સંખ્યા વધારીને 11320 કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં પાંચમી મે સુધી પ્રતિ દસ લાખે 5344 કોરોના ટેસ્ટ થતા હતાં

આના કારણે અમદાવાદમાં કોરોના આગળ વધતો અટકાવી શકાયો છે એવો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા દાવો કરાયો છે કે, અમદાવાદ શહેરમાં પાંચમી મે સુધી પ્રતિ દસ લાખે 5344 કોરોના ટેસ્ટ થતા હતાં. પણ હવે 23 મે સુધીમાં પ્રતિ દસ લાખે 9492 ટેસ્ટ થાય છે જે 77 ટકાનો વધારો દર્શાવે છે.

છેલ્લા 24 દિવસમાં 23 દિવસ રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખકેસ (કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313 (249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
Corona

ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક 13 હજારને પાર થઇ ગયો છે. જોકે, હવે ગુજરાતમાં રીક્વરી રેટમાં એટલે કે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત સુધારો થઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હાલ કુલ 13273 કેસમાંથી 5880 દર્દીઓ સાજા થયા છે. આમ, ગુજરાતમાં હાલ કોરોનાનો રીક્વરી રેટ 42.51 ટકા થઇ ગયો છે.પરંતુ દેશના જે રાજ્યોમાં કોરોનાનો રીક્વરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચના 12 રાજ્યોમાં પણ નથી. 22 મેની સ્થિતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ 89.69 ટકા રીક્વરી રેટ છે. મતલબ કે, પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી 1847 વ્યક્તિ સાજી થઇ ગઇ છે.

રિકવરી રેટમાં ગુજરાત હાલમાં 13મા સ્થાને

પંજાબમાં અત્યારસુધી કોરોનાથી 39 વ્યક્તિના મૃત્યુ થયા છે. કોરોનાનો સૌથી વધુ રીક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં કેરળ 73.91 ટકા સાથે બીજા સ્થાને છે. કેરળમાં નોંધાયેલા 733 કેસમાંથી 512 વ્યક્તિ સાજી થઇ ગઇ થઇ ગઇ છે અને ત્યાં અત્યારસુધી કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. હરિયાણા આ યાદીમાં 66.05 ટકા સાથે ત્રીજા સ્થાને છે. ત્યાં અત્યારસુધી 1067 કેસમાંથી 706 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. કોરોનામાં સૌથી વધુ રીકવ્રી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હાલમાં 13માં સ્થાને છે. કોરોનાના સૌથી વધુ કેસમાં જ નહીં રીક્વરી રેટમાં પણ તામિલનાડુ ગુજરાત કરતા આગળ છે. તામિલાડુમાં નોંધાયેલા કુલ 14753 કેસમાંથી 7128 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. આમ, તેનો રીક્વરી રેટ 44.98 ટકા છે. સમગ્ર દેશના સંદર્ભમાં કહેવામાં આવે તો કુલ 1.25 લાખ કેસમાંથી 51836 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. અને રીક્વરી રેટ 41.43 ટકા છે.

READ ALSO

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!