GSTV
Home » News » આદિવાસી તાલુકામાં રૂઢીગત ગ્રામસભાના વિરોધમાં રાજપૂત સમાજની રજૂઆત

આદિવાસી તાલુકામાં રૂઢીગત ગ્રામસભાના વિરોધમાં રાજપૂત સમાજની રજૂઆત

નવસારીના આદિવાસી તાલુકાઓમાં થઇ રહેલી રૂઢીગત ગ્રામસભાના વિરોધમાં વાંસદા અને ચીખલી તાલુકાના રાજપૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં રૂઢી પ્રથાના નામે વર્ગ વિગ્રહ ફેલાવનારા અસામાજિક તત્વો સામે કડક પગલા ભરવાની માંગ કરાઇ છે. બંધારણની અનુસૂચી 5 હેઠળની વાતો કરીને રૂઢીગત ગ્રામસભાઓ કરવામાં આવી રહી છે. જેમાં ગામમાં અન્ય સમાજના લોકોએ પ્રવેશ કરવાથી લઇ ધંધા રોજગાર માટે પણ રૂઢી ગ્રામસભાની મંજૂરી લેવી પડે એવા ઠરાવો કરવામાં આવ્યા છે.

જેના કારણે ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે રાજપૂત સમાજ સાથે થયેલા વિગ્રહ અને વિરોધને કારણે 18 ખેડૂતોની જમીનમાં નહેરમાંથી સિંચાઇનુ પાણી લાવવા મુકવામાં આવેલા પાણીના પાઇપો કાપી નાંખવામાં આવ્યા હતા. જ્યારે ગામના કેટલાક આદિવાસીઓ દ્વારા રાજપૂતોને ધમકી પણ આપવામાં આવી હતી. આ મુદ્દે રાજપૂત સમાજ અને પીડીત ખેડૂતો દ્વારા ચીખલી પોલિસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!