GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડવાનું મશીન અને વિન્ટેજ કાર બની આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. રાજ્યના સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવ્યા બાદ વિવિધ રંગના ફુગ્ગાઓ ઉડાવવામાં આવ્યા હતા. જોકે, આ ફુગ્ગા સ્ટેજના ઉપરના ભાગમાં ફસાયા હતા. મહત્વપૂર્ણ છે કે, દરેક વખતે આ ફુગ્ગાઓ સ્ટેજના ઉપરના ભાગે ફસાતા હોય છે. સીએમ રૂપાણીએ કાઈટ ફેસ્ટિલમાં હાજરી આપી પતંગ ઉડાવી હતી. કાઈટ ફેસ્ટિલના ઉદઘાટન બાદ સીએમ રૂપાણીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

કાઈટ ફેસ્ટીવલમાં વિવિધ ડિઝાઈના પતંગ સાથે વિદેશી પતંગબાજોએ સાબરમતી નદીના આકાશને રંગ્યુ છે. ત્યારે પોલેન્ડના પતંગબાજોએ પણ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વિવિધ દેશના પતંગબાજો પણ કાઈટ ફેસ્ટિવલમાં હાજરી આપવા અમદાવાદના મહેમાન બન્યા છે. કાઈટ ફેસ્ટિવલમાં મીત અને રોયલ કાઈટ ગૃપ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આ ગૃપ દિવ્યાંગોનું છે. જેમના દ્વારા વિવિધ પ્રકારના પતંગ તૈયાર કરવામાં આવ્યા છે. અને આ ગૃપ છેલ્લા 10 વર્ષથી કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લે છે.

કાઈટ ફેસ્ટિવલમાં પતંગ ચડાવવાનું મશિન આકર્ષણનું કેન્દ્ર બન્યુ. પુનાના દિવ્યાંગભાઈ આ મશિનને બનાવ્યુ છે. આ મશીન દ્વારા ઓટોમેટિક રીતે પતંગ ચડાવવામાં આવે છે. મશીન દ્વારા ફિરકીને ફોર્વડ અને રિવર્સ લઈ શકાય છે અને ઠુમકા પણ મારી શકાય છે. આ મશીન વીજળીથી ચાલે છે. કાઈટ ફેસ્ટિવલમાં વિન્ટેઝ કાર આકર્ષણ બની. ગુજરાત વિન્ટેજ ક્લાસીસ કાર દ્વારા આ કાર કાઈટ ફેસ્ટિવલમાં લાવવામાં આવી છે. 1950માં ખરીદવામાં આવેલી વિન્ટેઝ કાર જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

કાઈટ ફેસ્ટિવલમાં બ્રાઝિલના પતંગબાજ પણ ભાગ લેવા આવ્યા છે. આ પતંગબાજો દ્વારા નવી ડિઝાઈનની પતંગ બનાવવામાં આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર પર બની હતી. દર વર્ષ મોટી સંખ્યામાં વિદેશી પતંગબાજો કાઈટ ફેસ્ટિવલમાં આવે છે. ત્યારે આ વખતે પણ કાઈટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજોએ આકાશને વિવિધ રંગની પતંગથી રંગાયુ છે.

READ ALSO

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળા અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વખત 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!