GSTV
Home » News » અવકાશ ક્ષેત્રે ભારત રચશે ઇતિહાસ, આગામી 15 જુલાઇએ ભારતનું મહત્વાકાંક્ષી મિશન લોન્ચ થશે

અવકાશ ક્ષેત્રે ભારત રચશે ઇતિહાસ, આગામી 15 જુલાઇએ ભારતનું મહત્વાકાંક્ષી મિશન લોન્ચ થશે

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો ફરી એક વખત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. આગામી 15 જુલાઇના રોજ ભારતનું સૌથી મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 લોન્ચ થશે. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરાણ કરનારું દુનિયાનું સૌપ્રથમ યાન બનશે. ચંદ્રયાન-2 ભારતનું પહેલું એવું મિશન છે કે જે સ્વદેશી ટેકનીકની મદદથી ચંદ્રની સપાટી પર ઉતરશે.

વર્ષ 2008માં ચંદ્રયાન-1 અભિયાનને મળેલી ઐતિહાસિક સફળતા બાદ ભારત ફરી એક વખત નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો દ્વારા હાથ ધરવામાં આવેલું મિશન ચંદ્રયાન-2 ફરી દુનિયાભરમાં ભારતને અભૂતપૂર્વ સિદ્ધિ અપાવશે.

મિશન ચંદ્રયાન-2ની ખાસિયતો

મિશન ચંદ્રયાન-2 માટે કુલ 978 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. યાનનું વજન 3 હજાર 877 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2 ભારતનું પહેલું એવું મિશન છે કે જેમાં ઓર્બિટરની સાથે વિક્રમ નામનું લેન્ડર અને પ્રજ્ઞાન નામનું રોવર જશે. આ ભારતનું પહેલું અંતરિક્ષ મિશન છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરશે. ચંદ્રયાન-2ના સફળ લેન્ડીંગની સાથે જ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ દુનિયાનો ચોથો દેશ બની જશે. પરંતુ ભારતની વિશેષ સિદ્ધિ એ છે કે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવના જે ભાગમાં ઉતરાણ કરવાનું છે ત્યાં તો અન્ય ત્રણ દેશો પણ નથી પહોંચી શક્યા.

મનુષ્યનું રોકાણ કરવું શક્ય?

આ પહેલા ચીનના ચાંગ ઇ-4 યાને દક્ષિણ ધ્રુવથી થોડેક દૂર લેન્ડિંગ કર્યું હતું. અત્યાર સુધી આ વિસ્તાર વૈજ્ઞાનિકો માટે બિલકુલ અજાણ્યો છે. પરંતુ આ વિસ્તાર અંગે જેટલી માહિતી છે તે મુજબ ચંદ્રના બાકીના ભાગની તુલનામાં વધારે છાયામાં રહેનારા આ વિસ્તારમાં બરફ સ્વરૂપે પાણી હોવાની શક્યતાઓ છે. જો ચંદ્રયાન-2 ચંદ્રના ભાગમાં બરફની શોધ કરી શકશે તો અહીં મનુષ્યનું રોકાણ કરવું શક્ય અને સરળ બનશે.

READ ALSO

Related posts

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

Riyaz Parmar

પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

Riyaz Parmar

શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!