GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારતીય સૈન્ય પાક. સાથે યુદ્ધ માટે તૈયાર રખાયું હતું

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં હવાઇ હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં પાકિસ્તાન દ્વારા પણ ભારતમાં ઘુસીને હવાઇ હુમલાનો પ્રયાસ થયો હતો પણ તેને ભારતીય એરફોર્સે નિષ્ફળ બનાવી દીધો હતો અને પાકિસ્તાની એરફોર્સને પરત જવા મજબુર કરી દીધી હતી.

આ ઘટનાના આટલા સમય બાદ હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાન કોઇ હરકત કરશે જ તેવી સ્થિતિમા ભારતીય સૈન્યને યુદ્ધ માટે તૈયાર રહેવાના આદેશ જારી કરી દેવામા આવ્યા હતા, આ ઉપરાંત સૈન્યને યુદ્ધ ટેંકો અને હથિયારોની પણ તૈયારી કરી લેવા કહેવામાં આવ્યું હતું. આ અંગેની જાણકારી સૈન્ય વડા બિપિન રાવતે સરકારને પણ કરી દીધી હતી તેવા અહેવાલો સામે આવ્યા છે. 

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતીય સૈન્યએ એરીયલ રેઇડની પણ તૈયારી કરી લીધી હતી. એવા અહેવાલો છે કે સોમવારે ભારતીય સૈન્ય વડા બિપિન રાવતે નિવૃત થઇ રહેલા સૈન્યના અધિકારીઓની સાથે એક બંધ બારણે બેઠક યોજી હતી, જેમાં તેમણે આ વાત કરી હતી.

રાવતના આ નિવેદન અંગે સ્પષ્ટતા કરતા સૈન્યના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય સૈન્ય પાકિસ્તાન સાથે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતું. અગાઉ જે પ્રકારના યુદ્ધ પાકિસ્તાન સાથે થયા તે જ પ્રકારનું યુદ્ધ લડવાની ભારતીય સૈન્યએ તૈયારી કરી લીધી હતી. જોકે બાદમાં પાકિસ્તાન દ્વારા કોઇ એવી હરકત નહોતી થઇ કે યુદ્ધ થઇ શકે. 

એવા અહેવાલો છે કે ભારતીય સૈન્ય સીધુ પાકિસ્તાનની ધરતી પર જઇને યુદ્ધ લડવા માટે તૈયાર હતું. આ અંગેની જાણકારી ભારતીય સૈન્યના વડા બિપિન રાવતે સરકારને પણ આપી દીધી હતી.

ઉરી હુમલો થયો તે બાદ જ ભારતીય સૈન્યની ક્ષમતાને વધારવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ હતી અને આશરે 16 હજાર કરોડ રૂપિયાના હથિયારો અને યુદ્ધ સામગ્રીઓની ધરીદીના આશરે 33 જેટલા કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યા હતા.

જે બાદ આ વર્ષે જ 14મી ફેબુ્રઆરીએ પુલવામા હુમલો થયો, જેનો જવાબ આપવા ભારતીય સૈન્યએ પાક.ના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી, જેથી ગમે ત્યારે પાક. હુમલો કરે તેવી ભીતી હોવાથી ભારતીય સૈન્યને યુદ્ધ માટે તૈયાર રખાયું હતું.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે તંગદીલીમાં બંને દેશો પાસે છે આવા હથિયારો, જાણો કોણ છે ચડિયાતું, કયા દેશો ચીનને આપશે સાથ

Dilip Patel

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi

ચીન ભારત સામે યુદ્ધની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!