GSTV
Home » News » પાક.ની નાપાક હરકતનો જવાબ આપવા ભારતીય સૈન્યએ વિકસાવી નવી બે ટેકનિક,જાણો વિગતે

પાક.ની નાપાક હરકતનો જવાબ આપવા ભારતીય સૈન્યએ વિકસાવી નવી બે ટેકનિક,જાણો વિગતે

ભારતની એર સ્ટ્રાઇક બાદથી જ પાકિસ્તાન સરહદે ભૂરાયું થયું છે. પાકિસ્તાન લાઇન ઓફ કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય સરહદે વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને દેશના જવાનો અને નાગરીકોને નિશાન બનાવતું રહે છે. ભારતીય જવાનો પણ તેમને આક્રમક ભાષામાં જવાબ આપી રહ્યા છે. જો કે ભારતીય જવાનોને પાકિસ્તાનને સ્વાદ ચખાડવા બે નવા હથિયાર મળી ગયા છે. જેના કારણે પાકિસ્તાનને આકરી ભાષામાં જવાબ અપાઇ રહ્યો છે.

india pakistan trade

પાકિસ્તાન વારંવાર ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કરતુ રહે છે. ત્યારે હવે ભારતીય જવાનો પાસે પાકિસ્તાનને જવાબ આપવા માટે કારગર હથિયાર આવી ગયા છે. જમ્મુ ડિવિઝનના સેક્ટરમાં ભારતીય સેના નવી સ્નાઇપર રાઇફલ્સથી પાકિસ્તાની સેનાને જવાબ આપી રહી છે. ભારતની આ જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  ભારતીય સેના દ્વારા પાકિસ્તાન સામે બે નવી સ્નાઇપર લપુઆ મેગ્નમ અને બેરેટ્ટાનો ઉપયોગ કરાઇ રહ્યો છે. આ બંને રાઇફલ અલગ અલગ કેલિબરની છે. આ બંને રાઇફલથી ભારતીય જવાનોને પાકિસ્તાની કિલ્લાને ભેદવામાં સફળતા મળી રહી છે.

બંને સ્નાઇપર રાઇફલની વાત કરીએ તો લપુઆ મેગ્નમ સ્નાઇપરને ફિનલેન્ડની એક કંપની બનાવે છે. જેનો ઉપયોગ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન અને ઇરાકની લડાઇમાં કરવામાં આવ્યો હતો. દુશ્મનના કિલ્લાને ભેદવા માટે લપુઆ મેગ્નમ સ્નાઇપરને કારગર માનવામાં આવે છે.

બેરેટ્ટા સ્નાઇપર રાઇફલની વાત કરીએ તો આ સ્નાઇપર રાઇફલને ઇટાલીની બેરેટ્ટા કંપની બનાવે છે. આ કંપનીનું હથિયાર જગતમાં ઘણું જાણીતું  છે. બેરેટ્ટા તેની મુખ્ય રાઇફલમાંથી એક છે. આ કંપની ઘણા પ્રકારના મેંગ્જીન પણ બનાવે છે.

તાજેતરમાં જ પાકિસ્તાને સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતનો એક જવાન શહીદ થયો હતો. જે બાદ ભારતીય જવાનોને સરહદે જડબાતોડ જવાબ આપતાં પાકિસ્તાનને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

READ ALSO 

Related posts

ગેમ ઓફ થ્રોંસ 8: બોલ્ડ સીન્સ ઉપર વિવાદ થયો તો એક્ટ્રેસે આપ્યો આ જવાબ

Nilesh Jethva

હિંમતનગરમાં હીટવેવને પગલે રસ્તાઓ બન્યા સુમસામ

Mansi Patel

એશિયન એથ્લેટિક્સ: ભારતની પી.યુ.ચિત્રાને 1500 મીટરની દોડમાં મળ્યો ગોલ્ડ

Mansi Patel